ઉત્તર પ્રદેશઃ ફરૂખાબાદમાં જિલ્લામાં મોહમ્મદ કોતવાલી વિસ્તારમાં એક શખ્સે 20થી વધારે બાળકોને ઘરમાં બંધક બનાવ્યા હતા. યુવકે તમની પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત એક સૈનિક ઘાયલ થયો હતો. જન્મ દિવસના નામે બાળકોને ઘરે બોલાવ્યા હતા. બાળકોને મુક્ત કરાવવા માટે લખનઉથી ATSની ટીમ રવાના થઇ ગઇ છે.


શખ્સના ઘરમાંથી મહિલાઓનો પણ આવાજ આવી રહ્યો છે. શખ્સે સિલિન્ડરને ઉડાડવાની ધમકી આપી રહ્યો છે.
આ ફાયરિંગમાં એક ગ્રામીણ પણ ઘાયલ થયો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઇ છે. આરોપીએ 10 મહિનાના નવજાત બાળકને મુક્ત કર્યો છે.
મોહમ્મદાબાદના કોતવાલી વિસ્તારમાં કરથિયા રેહવાસી સુભાષ બાથમની પુત્રી ગૌરીનો જન્મદિવસ છે. સુભાષે નજીકના વિસ્તારના બાળકોને ઘરે બોલાવ્યા હતા.