કોલારઃ શહેરમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કર્યાની ઘટના સામે આવી છે.
કિલારિપેટનો શિવ નામનો યુવાન બે વર્ષથી દેવાંગપેટની 22 વર્ષીય યુવતી સાથે પ્રેમમાં હતો. જોકે તાજેતરમાં જ આ યુવતીના માતા-પિતાએ તેમના પ્રેમને નકાર્યો હતો. આ ઉપરાંત યુવતીએ તેમના માતાપિતાના પસંદિદા યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. આ વાત તેના પ્રેમીમને ન ગમતા તેણે તેના મિત્રની ઇનોવા કારમાં યુવતીનું અપહરણ કર્યું હતું.
આ દિવસ દરમિયાન બનેલી આ ઘટનાથી આખું શહેર ચોંકી ઉઠ્યું છે. શહેરના એમબી રોડ પર રેડ્ડી ઇલેક્ટ્રિકલની દુકાન નજીક આ ઘટના બની હતી.
આ અપહરણનું દ્રશ્ય રેડ્ડી ઇલેક્ટ્રિકલના સીસીટીવીમાં કેદ થયું હતું અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ગાલપેટ પોલીસે સ્થળની મુલાકાત લઈ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.