ઉત્તર પ્રદેશઃ ગુજરાતથી બસ્તી આવતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું. હજુ સુધી મોતનું કારણ જાણી શકાયું નથી. લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પર મૃતદેહને જીઆરપી પોલીસને સોંપવામાં આવ્યો હતો. મજૂરના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થશે અને પછી જાણીવા મળશે કે મૃત્યુનું કારણ શું છે.
મળતી માહિતી મુજબ ગુજરાતના ભાવનગરથી લગભગ 1200 મજૂરો માટે એક વિશેષ ટ્રેન ભાવનગર જવા રવાના થઈ હતી, પરંતુ કોચની અંદર એક મજૂરનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિક્ષક જીઆરપીના જણાવ્યા અનુસાર, સીતાપુરનો રહેવાસી 30 વર્ષીય કન્હૈયા લાલ, મૃતક તરીકે ઓળખાયો છે. મૃતકનો મૃતદેહ બહાર કાઢીને ચારબાગ રેલ્વે સ્ટેશન પોલીસને સોંપવામાં આવ્યો હતો. હવે પોસ્ટ મોર્ટમ થયા પછી જ ખબર પડશે કે મોત કયા કારણોસર થયું છે. મૃત્યુનું સ્પષ્ટ કારણ ન હોવાને કારણે, કોરોના વિશે અન્ય કામદારોમાં ગભરાટ ફેલાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન ગુજરાત જવા માટે રવાના થાય તે પહેલાં પેસેન્જર કન્હૈયા લાલની કોરોના તપાસવામાં આવી હતી. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેને શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા પરત મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તેનો ભાઈ સીતાપુરથી લખનઉ આવી રહ્યો છે.