રાજસ્થાનઃ રાજધાની જયપુરમાં કરણી વિહાર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ઝુંઝુનું જિલ્લાના એક પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેની સાથે પોલીસબેડામાં ખડભટાટ મચી ગયો છે, ત્યારે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધીને આગળની તપાસ ધરી છે.
એડિશ્નલ પોલીસ કમિશનર અશોક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કરણી વિહાર પોલીસ મથકમાં એક મહિલાએ ઈન્સ્પેક્ટર કુંવર પાલસિંહ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
![જયપુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:48_rj-jpr-02-ci-rape-arop-avb-7203316_03062020142604_0306f_01345_244.jpg)
ઈન્સ્પેક્ટર કુંવર પાલસિંહ હાલ ઝુંઝુનું જિલ્લામાં કાર્યરત છે. તે 2 પહેલા એક કેસની બાબતે આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા. મહિલાએ પાલસિંહ વિરુદ્ધની ફરિયાદમાં તે પોતાના હોદ્દાનો દૂરપયોગ કરીને તેની સાથે દુષ્કર્મ કરતો હોવાનું જણાવ્યું હતુંં. હાલ, વિહાર પોલીસ સ્ટેશનમાં પાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્સ્પેક્ટર કુંવર પાલસિંહને વિશ્વકર્મા પોલીસ સ્ટેશન, જયપુર ટ્રાફિક પોલીસ અને રાજધાની જયપુરમાં સીએમ સિક્યુરિટીમાં પણ મુકવામાં આવ્યો હતો.