જયપુરઃ સોમવારે રાજસ્થાનમાં 97 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. સોમવારે સૌથી વધુ કેસ અલવરથી આવ્યા હતા. જે બાદ રાજ્યમાં કુલ આંકડો 10,696 પર પહોંચી ગયો છે અને કુલ 241 લોકોનાં મોત નીપજ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે અલવરથી 58, બાંસવાડાથી 3, બાંરાથી 1, ભરતપુરથી 4, બુંદીથી 2, ડુંગરપુરથી 6, જયપુરથી 4, ઝાલાવાડથી 2, કોટાથી 12, પાલીથી 2 અને સિરોહીથી 3 કેસ નોંધાયા છે.
રાજ્યમાં BSFના 50 જવાનો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં ઈરાનથી લાવવામાં આવેલા 61 લોકો, ઇટાલીથી 2 અને અન્ય રાજ્યોના 34 દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.