જો કે ગડકરીએ લોકસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે, કોર્ટમાં ચાલાન મોકલવામાં આવી રહ્યા છે. વાસ્તવિક આવક ઉપલબ્ધ નથી."
ગડકરીએ ઉમેર્યુ હતુ કે "એનઆઈસી (વાહન, સારથી) ના ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતી મુજબ, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 38,39,406 ટ્રાફિકના ચાલાન કપાયા હતા."
ગડકરીએ જણાવ્યું કે ચાલાનમાં કુલ 5,77,51,79,895 રુપિયા શામેલ છે.
આ ડેટા ચંડીગઢ, પુડુચેરી, આસામ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, દિલ્હી, રાજસ્થાન, બિહાર, દાદરા અને નગર હવેલી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને હરિયાણા માટે ઉપલ્બધ છે.
તામિલનાડુએ સૌથી વધુ 14,13,996 ચાલાન કાપ્યા છે. જ્યારે ગોવામાં સૌથી ઓછા 58 જેટલા ચાલાન નોંધાયો છે.
સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્ય મોટર વાહન (સુધારો) અધિનિયમ, 2019 લાગુ નહીં કરવા અંગે તેની પાસે કોઈ માહિતી નથી.
જો કે, કેટલાક રાજ્યોમાં દંડમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં કડક જોગવાઈઓ કરતો વાહન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.