ચંડીગઢઃ હરિયાણાથી જનનાયક જનતા પાર્ટી(જજપા)ના ધારાસભ્ય ઈશ્વર સિંહએ રાજનીતિક વિજ્ઞાનમાં અનુસ્નાતક માટે પ્રથમ વર્ષની પરીક્ષા આપી છે. જજપાએ આ અંગે જાણકારી આપી હતી.
72 વર્ષીય ઇશ્વરસિંહે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ના પ્રથમ વર્ષની પરીક્ષા આપાી છે, અને તે પણ ઓનલાઇન. ધારાસભ્ય ઇશ્વરસિંહે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં ખાનગી વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યા બાદ લોકડાઉન સમયમાં તેનો અભ્યાસ કરી હાલ ઓનલાઈન પરીક્ષા આપી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના બધા પેપર સારા રહ્યાં છે.
બે વાર મેળવી ચુક્યા માસ્ટર ડિગ્રી
આપને જણાવીએ કે આ પહેલા પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઈતિહાસ જેવા વિષયોમાં તે અનુસ્નાતકની ડિગ્રી મેળવી ચુક્યા છે. આ સાથે જ તેમણે એલએલબી અને એલએલએમની પણ ડિગ્રી મેળવી છે. જોકે સામાન્ય રીતે ડિગ્રી મેળવ્યા બાદ લોકો ઉંચા સ્તર પર કામ કરે છે. પરંતુ ઈશ્વર સિહ આ બધી ડિગ્રી મેળવ્યા પહેલા જ હરિયાણા વિધાનસભાના સભ્ય બની ચુક્યા હતાં.
ઈશ્વર સિંહ જણાવે છે કે, જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે તેમણે માત્ર દસ ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો હતો. પરંતુ તેમની ધગશ અને અભ્યાસ કરવાના લક્ષ્યને ધ્યાને રાખી તેને રાજકિય કાર્ય અને રાજકારણમાં થતી ઉથલ પાથલ વચ્ચે પણ પણ અભ્યાસ શરી કર્યો અને ડિગ્રીઓ મેળવી.
ઓનલાઈન આપી પરીક્ષા
ઈશ્વરસિંહે ઓનલાઇન માધ્યમ દ્વારા પરીક્ષા આપી છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટી વેબસાઇટ પરથી પરીક્ષાનું પેપર સમયસર ડાઉનલોડ કરે છે અને ત્યારબાદ તેમના જવાબો તૈયાર કરે છે. આન્સરશીટ સ્કેન કર્યા પછી, તેઓ તેને ઇમેઇલ દ્વારા યુનિવર્સિટીના આપેલા ઇમેઇલ પર ત્રણ કલાકના નિયત સમયમાં મોકલે છે.