ETV Bharat / bharat

રાજ્યસભાની રામાયણઃ કોંગ્રેસના વધુ 7 MLA આબુ રોડ રિસોર્ટમાં પહોંચ્યાં - gujarati news

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી 19 જૂને યોજાનાર છે, ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ જોડતાડની રાજનીતિ થઈ રહી છે, ત્યાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયતમાં લાગી છે. હાલ ગુજરાત રાજ્યમાં રિસોર્ટનું રાજકારણ ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ રાજસ્થાન-ગુજરાત સરહદ પર આબુ રોડ સ્થિત એક ખાનગી રિસોર્ટમાં પોતાના 23 ધારાસભ્યોને છેલ્લા 6 દિવસથી રોકી દીધા છે. આજે શનિવારે કોંગ્રેસના વધુ 7 ધારાસભ્યો રિસોર્ટમાં આવ્યાં હોવાના સમાચાર મળ્યાં છે. તમામ ધારાસભ્યો મધ્ય ગુજરાતના હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાજ્યસભાની રામાયણઃ
રાજ્યસભાની રામાયણઃ
author img

By

Published : Jun 13, 2020, 7:05 PM IST

સિરોહીઃ હાલ ગુજરાત રાજ્યમાં રિસોર્ટનું રાજકારણ ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ રાજસ્થાન-ગુજરાત સરહદ પર આબુ રોડ સ્થિત એક ખાનગી રિસોર્ટમાં પોતાના 23 ધારાસભ્યોને છેલ્લા 6 દિવસથી રોકી દીધા છે. આજે શનિવારે કોંગ્રેસના વધુ 7 ધારાસભ્યો રિસોર્ટમાં આવ્યાં હોવાના સમાચાર મળ્યાં છે. તમામ ધારાસભ્યો મધ્ય ગુજરાતના હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગુજરાતમાં 19 જૂને રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે, આ પૂર્વે કોંગ્રેસમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી રહ્યાં છે. આવી સ્થિતિ કાબૃૂમાં લાવવા માટે ગુજરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર આબુ રોડ સ્થિત એક ખાનગી રિસોર્ટમાં રોક્યાં છે. તમને જણાવી દઈએ કે, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 3 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ક્રોસ વોટિંગથી ડરી રહી છે. છેલ્લા 6 દિવસથી કોંગ્રેસ દ્વારા જાંબુડી, આબુરોડમાં 23 ધારાસભ્યોને રોકવામાં આવ્યાં હતાં.

આ રિસોર્ટમાં રોકાયેલા ધારાસભ્યોમાં ચંદન ઠાકોર, ભરત ઠાકોર, ગેનીબેન ઠાકોર, શિવભાઈ ભુરીયા, ગુલાબસિંહ રાજપૂત, કાંતિ ખરાડી, સી.જે.ચાવડા, બળદેવ ઠાકોર, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, મહેશ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, અશ્વિન કોટવાલ, વાજેસી પનાડા, મધ્ય ગુજરાતના MLA ધારાસભ્યો છે. જેમાં જાસુભાઇ પટેલ, નૌશાદ સોલંકી, લખાભાઇ ભરવાડ, નાથાભાઇ પટેલ, સુરેશ પટેલ, કિરીટ પટેલ, શૈલેષ પરમાર, હિંમતભાઇ પટેલ અને અનિલ જોષિયારાનો સામેલ છે.

હાલ રાજસ્થાનમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. એક તરફ કોંગ્રેસ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ પણ કડક હરિફાઈ આપતી જોવા મળી રહી છે. તે દરમિયાન સીપીએમ તરફથી સમાચાર આવી રહ્યા છે કે, તે જયપુરમાં 16 જૂને યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક બાદ જ પોતાનું સમર્થન પત્ર જાહેર કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.