નવી દિલ્હી: નાગરિક સંશોધન કાયદાના (CAA) વિરોઘમાં ઉગ્રરૂપ ધારણ કરતાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સોમવારે ભયાનક હિંસા થઈ હતી, ત્યારબાદ મંગળવારે મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં દિલ્હી હેડ કોન્સ્ટેબલ રતનલાલ સહિત અ 7 લોકોનાં મોત થયા છે. જ્યારે 100થી વધુ જેટલા લોકો ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારથી જ પરિસ્થિતિ તંગ જોવા મળી હતી. સવારે પાંચ મોટરસાયકલોને આગ ચાંપી દેવાઈ હતી. જેના પગલે સ્થળ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જયારે અર્ધલશ્કરી દળની 37 કંપનીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી.
વહેલી સવારે મૌજપુર અને આજુબાજુના વિસ્તારોમાં 45 ફાયર ફાઇટિંગ કોલ્સ આવ્યાં હતાં. જેમાં ફાયર એન્જિનને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ ફાયર એન્જિનને આગ ચાંપવામાં આવી હતી. જેમાં ત્રણ ફાયરમેન ઘાયલ થયા છે.