12 મે એટલે કે રવિવારના રોજ યુપી, એમપી, દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળની કેટલીક બેઠકો પર મતદાન યોજાશે. જેમાં યુપીની 14, એમપીની 8 બેઠક, હરિયાણાની 10 બેઠક, દિલ્હીની 7, ઝારખંડની 4 બેઠક પર અને પશ્ચિમ બંગાળની 8 બેઠક પર મતદાન યોજાશે.
છઠ્ઠા તબક્કાના મતદાન માટે આશરે 1.13 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. આ તબક્કામાં કુલ મતદારો 10.16 કરોડ છે, ત્યાં પુરુષ મતદારોની સંખ્યા 5.42 કરોડ છે અને મહિલા મતદારોની સંખ્યા 4.74 કરોડ છે અને 3,307 અન્ય મતદારો છે.
આ તબક્કામાં કુલ 979 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે. જ્યારે ભાજપના 54 ઉમેદવારો મેદાનમાં છે, ત્યાં બીજા નંબર પર BSPના 49 ઉમેદવાર છે. આ સિવાય કોંગ્રેસના 46, શિવસેનાના 16, આપના 12, તૃણમૂલ 10, આઈએનએલડી 10, સીપીઆઇ 7 અને સીપીએમ 6 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે.