જયપુર: રાજસ્થાનમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. રવિવારના રોજ રાજ્યમાં કોરોનાના 687 નવા કેસ નોંધાયા છે તેમજ 13 દર્દીઓનાં મોત નોંધાયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 875 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 60,666 પર પહોંચી ગઈ છે. રવિવારે સવારના જયપુર અને જોધપુરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે.
તબીબી વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સવારે અજમેરમાં 47, અલવરમાં 27, બાડમેરમાં 28, ભિલવાડામાં 20, બીકાનેરમાં 49, બુંદીમાં 15, ચિત્તોડગઢમાં 28 , શ્રીગંગાનગરમાં 5, જયપુરમાં 66, હનુમાનગઢમાં 2, જેસલમેરમાં 2, જલોરમાં 2, ઝાલાવાડમાં 18, ઝુંઝુનુંમાં 20, જોધપુરમાં 57, કોરોલીમાં 3, કોટામાં 48, નાગૌરમાં 24, પાલીમાં 27, સવાઈ માધોપુરમાં 21, સીકરમાં 39, ટોંકમાં 28 અને ઉદયપુરમાંથી 38 કેસ સામે આવ્યા છે.
આ સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં 18,98,595 લોકોના ટેસ્ટ કરવામાંઆવ્યા છે. જેમાંથી 18,35,625 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને 2,304 લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. 44,048 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 875 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, કોરોનાના 14,265 સક્રિય કેસ છે. જેમાં 8,916 વિદેશીઓનો સમાવેશ થાય છે.