રાજસ્થાનઃ નાગૌરથી સાઈકલ પર પોતાની જરુરિયાતનો સામાન લઈ 6 મજૂરો 43 ડિગ્રી તાપમાનમાં 12 કિલોમીટરનું અંતર કાપવા નિકળ્યાં છે. ઉત્તરપ્રદેશના વારાણસીના અને કુંડા તેમની મંજીલ છે. આ સફર સરકાર અને પ્રશાસના એ તમામ દાવાને ઉજાગર કરે છે, જેમાં મજૂરોને સહી સલામત તેમના ઘરે પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.
ઉત્તરપ્રદેશના આ 6 મજૂર પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે લાંબા સમયથી કેરાપ ગામે ચુનાના ભઠ્ઠા પર કામ કરી રહ્યાં હતાં. લોકડાઉન થવાથી કામ ઠપ્પ થઈ ગયુ અને તેમ ની આવક બંધ થઈ ગઈ. હાલ તેમની પાસે પૈસા પણ નથી. આ મજૂરો હાલ તો પોતાના વતન તરફ વળ્યાં છે, જ્યાં તેમને આશા છે કે કઈંક કામ મળી રહેશે.
ઘરના લોકો પાસે ફોન કરી અહીં તહીંથી પૈસ મંગાવી અમુક દેવું ચુકવી બચેલા પૈસા સાથે સાઈકલ પર નિકળી પડ્યાં છે. આ મજૂરોને 1200 કિલોમીટરનું અતંર કાપવાનું છે. મજૂરોનું કહેવું છે કે, સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. બસ અને ટ્રેન માટે અધિકારીઓ સાથે વાત કરી હતી, પરંતુ તેમાં પણ અડચણ આવતાં હવે સાઈકલ લઈ નિકળી પડ્યાં છીએ.