ઉત્તર પ્રદેશ: ઈટાવા જિલ્લાના ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેશનલ હાઈવે-2 પર એક ટ્રકે 6 ખેડૂતોને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 6 ખેડુતોનાં મોત નિપજ્યાં હતા. તેમજ એક ખેડૂત ઈજાગ્રસ્ત થયો છે. આ ખેેડૂતો પિક અપ વાનમાં સવાર હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તેમજ ઘાયલ ખેડૂતને સૈફઈ મીની પીજીઆઈમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.