નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં માનસ એગ્રો ઈન્ડ્સ્ટ્રીઝની ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી 5 લોકોના મોત થયા છે. નાગપુર ગ્રામીણ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર બૉયલર ફાટવાથી ફેકટરીમાં આગ લાગી હતી. જેમાં મજૂરોના દાઝી જવાથી મોત થયા છે.
શુગર ફેક્ટરી માનસ ગ્રુપનો ભાગ છે અને તે પહેલા પૉવર એન્ડ શુગર ફેકટરીના નામથી જાણીતી હતી. જેની માલિકી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના પરિવારની પાસે છે.
પોલીસ અધીક્ષક રાકેશ ઓલાએ ઘટનાસ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કેટલાક કારીગરો વેલ્ડિંગ કરી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગેસ રિસીવના કારણે વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે. મંગેશ પ્રભાકર નાકેરકર 21, લીલાધર વામનરાવ શિંદે 42, વાસુદેવ લાડી 30, સચિન પ્રકાશ વાધમરે અને પ્રફુલ્લ પાંડુરંગ મૂન 25ના મોત થયા છે. પોલીસે મૃતકોના મૃતદેહને ઘટના સ્થળેથી દુર કરાયા છે.
શિવસેના નેતા કિશોર તિવારીએ કહ્યું કે, મૃતકોમાં બધા જ મજૂરો દલિત હતા. મૃતકોના પરિવારને 1 કરોડ રુપિયાની સહાય આપવામાં આવશે.