મુંબઇ : ભારતીય નૌ સેના દ્વારા ઇરાનથી 44 ભારતીયોને વતન જમ્મુ કાશ્મીર ખાતે લઇ આવ્યા છે. આ તમામ નૌ સેના દ્વારા એક ક્વોરોન્ટાઇન વોર્ડમાં છેલ્લા 30 દિવસથી રહેતા હતા.
મહત્વની વાત તો એ છે કે, આ તમામને ગત મહિને તેહરાનથી લઇ આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, દેશમાં અત્યાર સુધીમાં વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 9000ને પાર પહોંચી છે. જ્યારે વાઇરસના પગલે મૃત્યુઆંક 300ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો 35 લોકોના મોત નિપજ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં હાલમાં કોરોનાના 7987 કેસ ચાલુ છે. જ્યારે 857 લોકોનું સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ વિદેશ રવાના થઇ ગયો છે.
જો આંકડા અનુસાર રાજ્યમાં કહેરની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 149 લોકોના મોત નિપજ્યા છે, ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 36, ગુજરાતમાં 26 અને દિલ્હીમાં 24 લોકોના મોત નિપજ્યા છે.