નવી દિલ્હીઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાના પબોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારસુધી કુલ 13,387 કેસ નોંધાયા છે. જ્યારે 437 લોકોના મોત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં અત્યારસુધી 1640 કેસ નોંધાયા છે, જ્યારે 38 લોકોના મોત થયા છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં ગુરૂવારે 62 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 11 દર્દી સાજા થયા છે. અત્યારસુધી કુલ 51 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.