નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક બેઠક યોજાઈ. બેઠક બાદ દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે. આવામાં એલજીના નિર્ણયે દિલ્હીવાસીઓ માટે સંકટ વધારી દીધું છે. સિસોદીયાએ કહ્યું કે, દિલ્હીના સરકારી અને ખાનગી હોસ્પિટલોને દિલ્હીના લોકો માટે રિઝર્વ્ડ કરવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ કરવાના પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઉપરાજ્યપાલે ઈન્કાર કર્યો છે.
જ્યારે દિલ્હીના ગૌતમબુદ્ધ નગરની વાત કરીએ તો અંહી એક દિવસમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા હતા. જેમાં સેક્ટર 75, સેક્ટર 42,સેક્ટર 25, સેક્ટર 44, સેક્ટર 49 ગ્રેટર નોઇડી ગામ ચિપિયાના, નોઇડા ગામ સૂરજપુર, ગ્રેટર નોઇડી સેક્ટર 100 અલ્ડિકો,ગ્રેટર નોઇડા સેક્ટર 53,સેક્ટર 14, સેક્ટર 30માં બે સંક્રિમિત આમ કુલ 38 લોકો સંક્રમિત મળી આવ્યા હતા.
ગૌતમબુદ્ધ નગરમાં કોરોના ચેપના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લામાં સ્વસ્થ્ય દર્દીઓની કુલ સંખ્યા 423 છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
ત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશનના સવાલ પર સિસોદિયાએ કહ્યું કે, 'કેન્દ્ર સરકાર તરફથી બેઠકમાં ભાગ લેવા માટે આવેલા અધિકારીઓએ કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડની વાતનો ઈન્કાર કર્યો છે.' સિસોદીયાએ કહ્યું કે, '15 જૂન સુધીમાં દિલ્હીમાં 44,000 કેસ થઈ જશે અને 6600 બેડની જરૂર પડશે. 30 જૂન સુધીમાં એક લાખ કેસ થઈ જશે અને અમને 15000 બેડની જરૂર પડશે. 15 જુલાઈ સુધીમાં 2.25 લાખ કેસ થઈ જશે અને 33 હજાર બેડની જરૂર પડશે. જ્યારે 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કોવિડ કેસ દિલ્હીમાં થાય તેવો અંદાજો છે. આવામાં 80 હજાર બેડની જરૂર પડશે.'
હકીકતમાં સોમવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી સરકારના એ નિર્ણયને પલટી નાખ્યા. જેમા કહેવાયું હતું કે, રાજધાનીની દિલ્હી સરકાર હસ્તગત હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર થશે. ઉપરાજ્યપાલે અધિકારીઓને આદેશ આપ્યાં કે તેઓ એ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ દર્દીને સ્વાસ્થ્ય સેવાઓ આપવાની ના એ આધાર પર ન પાડવામાં આવે કે તે દિલ્હીનો રહીશ નથી.