ઝારખંડઃ ગિરિડીહ લોકડાઉન પછી બીજા રાજ્યમાં રોજગાર કરવા માટે ગયેલા મજૂરો પોતાના ઘરે પતન પરત ફર્યો છે. જેમનેે લઇને ભારતીય રેલવેએ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરી છે. ઝારખંડના ગિરિડીહ હજારીબાગ અને બોકારી જિલ્લાના 31 પ્રવાસી મજૂરો પાછલા 5 મહીનાથી મ્યાનમારમાં ફસાયા છે.
મજૂરોનુ કહેવું છે કે, સમયે ખાવા પીવાનું નથી મળતું જેથી મજૂરો ખૂબ જ પરેશાન થયા છે. મજૂરોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરીને પોતાના વતન પરત જવાની માગ કરી છે.
રોજી રોટી કમાવવા માટે મ્યાનમાર ગયેલા ગિરિડીહના 6, ઝારખંડના 31 પ્રવાસી મજૂરો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. મજૂરોને ત્યાં ખાવા પીવાનું નથી મળી રહ્યું , જેથી મજૂરોને બહુ તકલીફ પડી રહી છે. મજૂરોએ સરકારને પોતાના વતન પહોંચાડવામાં આવે તેવી માગ કરી છે.