મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં પોલીસના 116 જવાનો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 25ના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2211 પોલીસકર્મી કોરોના પોઝિટિવ હોવાનું તપાસ બાદ જાણવા મળ્યું છે.
વિતેલા 24 કલાકમાં કોરોના તપાસમાં 116 પોલીસ જવાનો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જ્યારે 24 કલાક દરમિયાન ત્રણ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 2,211 પોલીસકર્મી કોરોના સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. આ રોગચાળાને કારણે રાજ્યમાં કુલ 25 પોલીસકર્મીનાં મોત નિપજ્યાં છે.