હૈદરાબાદ: લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઓડિશા પહોંચવા માટે ત્રણ મિત્રો સાથે અહીંથી 30 કિ.મી. ચાલ્યા પછી મંગળવારે ભદ્રચલમ ખાતે એક 21 વર્ષિય પરપ્રાંતિય કામદારને અચાનક છાતીમાં દુઃખાવો થતાં તે નીચે પડી ગયો અને તે દરમયિાન તે મૃત્યુ પામ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, આ જૂથ રવિવારે હૈદરાબાદથી પગપાળા નીકળ્યું હતું અને ઓડિશાના મલકનગિરી જિલ્લા તરફ જઇ રહ્યું હતું. જ્યારે તેઓ ભદ્રચલમ પહોંચ્યા ત્યારે આ વ્યક્તિને છાતીમાં દુઃખાવો થયો અને ઉલટી થઈ તેની સાથે તે રસ્તામાં પડી ગયો હતો.
તેના મિત્રોએ પોલીસને જાણ કરી હતી, જેણે તેને ભદ્રચલમની એરિયા હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે તેમને શંકા છે કે, તેની ત્વચા અને મોં સુકાઈ જતાં તે કદાચ સનસ્ટ્રોકથી મરી ગયો હશે. તેઓએ તેમના મિત્રોને ટાંકતા કહ્યું કે, સોમવારે બપોર પછી તેમાંથી કોઈએ કંઈપણ જમ્યું નથી. બાદમાં અધિકારીઓએ તે વ્યક્તિના પરિવારના સભ્યોને જાણ કરી અને મૃતદેહને માલકંગિરી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી.
નોંધનીય છે કે, હૈદરાબાદથી ભદ્રચલમ્બી માર્ગનું અંતર લગભગ 310 કિમી છે.