સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ટ્રાયથલનમાં ધમાકેદાર પ્રદર્શન કરી એક સુવર્ણ ચંદ્રક સહિત ચાર મેડલ પોતાના નામે કર્યા છે.
આદર્શ એમ એન સિનિમોલએ ટ્રાયથલન મેલ સિંગલ કેટેગરીમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. જ્યારે વિશ્વજીત શ્રીખોમે આ જ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો છે.

સરોજીની દેવી અને મોહન પ્રજ્ઞાએ ટ્રાયથલન ફિમેલ સિંગલ કેટેગરીમાં રજત અને કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો છે. સિંગલ ટ્રાયથલન કેટેગરીમાં 750 M, તરણ 20 KM અને 5 KMની દોડનો પણ સમાવેશ થાય છે.
સિનિમોલે એક મિનીટ 02.51 સેકેન્ડમાં પાર કરી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે વિશ્વજીત તેનાથી 8 સેકેન્ડ પાછળ હતો જે બીજા ક્રમે રહી રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. નેપાળના બસંત થારૂને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
ટ્રાયથલન ફિમેલ સિંગલ કેટેગરીમાં સરોજીની બીજા અને નેપાળની સોની ગુરૂંગ પહેલા સ્થાન પર રહી હતી. જ્યારે ભારતની પ્રજ્ઞાને કાંસ્ય ચંદ્રક મળ્યો છે.