મહારાષ્ટ્રમાંથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એનસીપીના કુલ 54 ધારાસભ્યોમાંથી 48 પહેલાથી જ શરદ પવાર સાથે છે. તેમજ 4 ધારાસભ્યો મહારાષ્ટ્રની બહાર હતા. તેમાંથી 2 હરિયાણામાં રોકાયા હતા તેમજ 1 દિલ્હીમાં હતા, તેઓ અજિત પવારના અંગત હોવાનું મનાતુ હતુ.
દૌલત દરોડા, અનિલ પાટીલ અને નીતિન પવાર ત્રણેય ધારાસભ્યો સોમવારે વહેલી સવારે નવી દિલ્હીથી મુંબઈ આવી NCP અને શરદ પવાર સાથે જોડાઈ ગયા છે. જે અજિત પવાર અને BJP માટે ઝટકો છે.
દૌલત દરોડા અને નીતિન પવારની ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે તેઓ પાછા આવી જતા NCP માટે ખુશીના સમાચાર છે. બીજીતરફ આ બંને ધારાસભ્યોને પરત લાવવામાં યુથ કોંગ્રેસની મોટી ભૂમિકા રહી છે.