ઘાયલોને સારવાર અર્થે જીટીવી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિલશાહ ગાર્ડન ઈંડસ્ટ્રિયલ વિસ્તારમાં એલ્યુમિનીયમ તારની ફેક્ટરીનું નિર્માણ કામ ચાલી રહ્યુ હતુ. જુની ફેક્ટરીને તોડ્યા વગર જ નવી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હતું. તે દરમિયાન જુની છત પડી ગઈ. અચાનક છત ધસવાથી ત્યાં ભાગદોડ થઈ ગઈ હતી. જેમાં મજુર આ દુર્ધટનાનો શિકાર બન્યા હતા.
છતના મળદલથી ત્યાં કામ કરી રહેલા 5 મજુર દબાઈ ગયા હતા. આસપાસના લોકોએ દબાયેલા મજુરોને બાહર કાઢી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ 2 મજુરને મૃત જાહેર કરાયા હતા. પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ પોલીસે ફેક્ટરી માલિક વિરુદ્ધ કેસ દાખલ કરી બાબતની તપાસ શરુ કરી છે.