ગયાઃ દેશમાં જાહેર કરાયેલા લોકડાઉનના કારણે બોધગયા સહિત વિભિન્ન તિર્થસ્થળો પર થાઈલેન્ડના ઘણા નાગરિકો ફસાયા હતા. જેમને શુક્રવારે ગયા એરપોર્ટ પર થાઈ એયરવેઝના વિમાનથી પોતાના વતન મોકલવામાં આવ્યાં છે.
તબીબી તપાસ પછી એરપોર્ટ પર પ્રવેશવાની પરવાનગી
નોંધનીય છે કે, 171 થાઇ નાગરિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. તમામ નાગરિકોને તબીબી તપાસ બાદ જ એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
એરપોર્ટ ડાયરેક્ટર દિલીપકુમાર સિંહાએ જણાવ્યું હતું કે, તમામ પ્રવાસીઓમાં સામાજિક અંતરની કાળજી લેવામાં આવી રહી છે. આ સિવાય તમામ લોકોને સેનિટાઈઝ કરાયા હતા. તેમજ તેમને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા.
મ્યાનમાર નાગરિકોએ પાછા મોકલ્યા
એરપોર્ટ ડિરેક્ટરને જણાવ્યું હતું કે, કે પ્રવાસીઓ જ્યાં રોકાયા હતા. ત્યાં તેની તપાસ કર્યા બાદ તેને એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. થાઇ નાગરિકોની વતનમાં જવા સરકારની વિનંતી પર, ભારત સરકારે વિશેષ મંજૂરી પછી તેમને પરત મોકલવાની મંજૂરી આપી હતી. બુધવારે મ્યાનમારના 258 આંતરરાષ્ટ્રીય નાગરિકોને ઇન્ટરનેશનલ એરવેઝના બે વિમાનો દ્વારા પરત મોકલવામાં આવ્યા હતા.