જયપુરઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે સવારે રાજ્યમાંથી 149 નવા પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જે બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 22 હજાર 212 થઈ ગઈ છે. છેલ્લા 12 કલાકમાં 7 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 489 પર પહોંચી ગયો છે.
આરોગ્ય વિભાગને પ્રાપ્ત માહિતી મુજબ, ગુરુવારે સવારે અજમેરમાં 20, અલવરમાં 21, બનારામાં 3, ભરતપુરમાં 16, બીકાનેરમાં 13, દૌસામાં 11, જયપુરમાં 25, ઝુંઝુનુમાં 8, કોટામાં 2, નાગૌરમાં 29 અને ટોંકમાં 1 પોઝિટિવ દર્દી જોવા મળ્યા છે. આ સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 63 હજાર 454 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 9 લાખ 36 હજાર 65 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેમજ 5 હજાર 177 લોકોના રિપોર્ટ હજુ સુધી પેન્ડિંગ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 16 હજાર 877 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, આ સાથે જ 16 હજાર 504 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 489 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલ કોરોનાના 4 હજાર 846 સક્રિય કેસ છે.