ઉત્તરપ્રદેશ: ગ્રેટર નોઈડા શહેરમાં થોડા સમય પહેલા એક માતાએ બાળકને જન્મ આપ્યો હતો. બંનેની તપાસ કરવામાં આવતા તે બંને કોરોનાથી સંક્રમિત હોવાનુ નિદાન થયું હતું. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી શારદા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવારના 7 દિવસ બાદ બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે માતા હજુ કોરોના સામે ઝઝૂમી રહી છે.
શારદા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોરોનાના 150 દર્દીઓ સારવાર બાદ રિકવર થયેલા છે. જેમાંથી 11 ને રજા આપવામાં આવી હતી
આ દર્દીઓમાં ઉઝબેકિસ્તાનનો પણ એક દર્દી હતો.