ગાઝિયાબાદ (યુપી): ગાઝિયાબાદમાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરરોજ વધી રહેલા કોરોના કેસને અટકાવવા તંત્ર દ્વારા 21 હોટ સ્પોટ વિસ્તારોમાં સેક્ટર સ્કીમ લાગુ કરવામાં આવી છે.
ગાઝિયાબાદ જિલ્લામાં 787 કોરોના સંક્રમિત દર્દીઓ છે. જેઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 4781થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
દરરોજ આવતા નવા કેસની સામે જિલ્લામાં કોરોના દર્દીઓ ઝડપથી સ્વસ્થ પણ થઇ રહ્યા હોવાની વિગતો મળી રહી છે. 4781 દર્દીઓમાંથી 3930 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ હોસ્પિટલોમાંથી રજા મેળવી ચૂક્યા છે. હાલના સમયમાં જિલ્લામાં કોરોના રિકવરી રેટ 82.20 ટકા થઇ ગયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં કોરોનાના 635 નવા કેસ સામે આવ્યા છે. તો 1087 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. આમ ગાઝિયાબાદમાં કોરોના રિકવરી રેટ ખાસ્સો સુધરી રહ્યો છે.