હૈદરાબાદઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. એવામાં દિલ્હીની એક મસ્જીદમાં એક સાથે 1300 લોકો ભેગા થવાની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ લોકોમાં 1000થી વધુ લોકો તેલંગાણાના હોવાનું બહાર આવ્યુ છે.
તેલંગાણા સરકારના અંદાજ મુજબ આ ધાર્મિક સભા તેલંગાણા રાજ્યનાં 1030 લોકોએ ભાગ લીધો હતો. તેલંગાણા સરકારે હવે આ લોકોની શોધખોળ સઘન કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મરકઝમાં ભાગ લેનારા 6 મુસ્લિમોનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થયુ હોવાનો ખુલાસો તેલગાંણા સરકારે સોમવારે કર્યો હતો.