બેંગલુરુઃ બુધવારે કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ શપથ લેનાર ધારાસભ્યો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) છોડીને ભાજપમાં સામેલ થનાર અને પાર્ટીની ટિકિટ પર વિધનસભાની પેટા ચૂંટણીમાં જીતનારા 10 ધારાસભ્યો આજે કેબિનેટમાં પ્રધાન પદ માટે શપથ લેશે."
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અને દિલ્હીના અનેક નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરીને 10 ધારાસભ્યોને આજે પ્રધાન બનાવવાનો નિર્ણય કરાયો છે. આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ગુરૂવારે શપથ લેનારમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) છોડીને ભાજપમાં જોડાયેલાં ધારાસભ્ય છે. તેમજ ડિસેમ્બરમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનાર ધારાસભ્ય સામેલ છે."
કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) છોડી આવનાર 11 નેતામાંથી ધારાસભ્ય મહેશ કુમલાથલ્લીને કેબિનેટમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. આ વાતની જાણકારી યેદિયુરપ્પાએ રવિવારે આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, "6 ફેબ્રુઆરીએ આ 10 અને અન્ય 3 ધારાસભ્યો પ્રધાન પદ માટેની શપથ લેશે."