ETV Bharat / bharat

નહાતી છોકરીઓનો વિડિયો બનાવી બ્લેકમેલ કરનારાની થઈ ઘરપકડ

author img

By

Published : Dec 9, 2022, 8:37 PM IST

કર્ણાટકમાં પીજીમાં નહાતી યુવતીઓનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ (Youth arrested for making private video of girls) કરી છે. આરોપી પીજી પાસેના બિલ્ડિંગમાં રહેતો હતો. પોલીસે યુવતીના નામે આરોપી સાથે ચેટ કરી, તેને વિશ્વાસમાં લીધો અને તેને હોટલમાં બોલાવી તેની ધરપકડ કરી.

નહાતી છોકરીઓનો વિડિયો બનાવી બ્લેકમેલ કરનારાની થઈ ઘરપકડ
નહાતી છોકરીઓનો વિડિયો બનાવી બ્લેકમેલ કરનારાની થઈ ઘરપકડ

બેંગલુરુ: ફિમેલ પેઈંગ ગેસ્ટ (PG)માં રહેતી છોકરીઓને નહાતી હોવાનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ (Youth arrested for making private video of girls) કરી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે, આરોપીનું નામ નિરંજન છે, તે પોંડિચેરીનો રહેવાસી છે.

કેમ કર્યો વીડિયો રેકોર્ડ: પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બેંગલુરુના HSR લેઆઉટમાં રહેતો હતો, તેણે પોતાનો મોબાઈલ બિલ્ડિંગની બાજુમાં આવેલી મહિલા પીજીના બાથરૂમ પાસે રાખ્યો હતો અને વીડિયો રેકોર્ડિંગ કરતો હતો. આ પછી તે યુવતીઓને તેમના મોબાઈલ પર બેનામી મેસેજ મોકલીને હેરાન કરતો હતો. પીડિત યુવતીએ તાજેતરમાં સાઉથ ઈસ્ટ ડિવિઝન CEN પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવક ડ્રગ્સનો વ્યસની: પોલીસનું કહેવું છે કે, યુવક ડ્રગ્સનો વ્યસની છે. તેની માતા જે પૈસા મોકલતી હતી તેના પર તે જીવતો હતો. તે ચાર વર્ષથી એચએસઆર લેઆઉટના પીજીમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી જે પીજી બિલ્ડીંગમાં રહેતો હતો અને તેની બાજુમાં મહિલા પીજી છે. આરોપીને પીજીના માલિક સાથે સારા સંબંધો હતા. મહિલા પીજીમાં કોઈ અગત્યનું કામ હોય તો તે જાતે જ કરી લેતો હતો. આ જ કારણ હતું કે આરોપી મહિલા પીજી વિશે ઘણું જાણતો હતો. પોલીસે જણાવ્યું કે જ્યારે મહિલા પીજીમાં કોઈ નહોતું ત્યારે તે વીડિયો રેકોર્ડિંગ માટે સ્થળની ઓળખ કરતો હતો.

આરોપી નિરંજન
આરોપી નિરંજન

રજીસ્ટરમાંથી લેતો યુવતીઓના નંબરો: પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપી છોકરીઓને નહાવા માટે ટુવાલ લેતી જોતો હતો, ત્યારે તે તેના પીજીના ફ્લોર પરથી બાજુની મહિલા પીજીના ફ્લોર પર કૂદકો મારતો હતો. ત્યારપછી તે બાથરૂમ પાસે પાણીના પાઈપની મદદથી બેસી રહેતો હતો. ત્યાંથી તે બારીમાંથી નહાતી યુવતીઓનો વીડિયો બનાવતો હતો. ત્યારબાદ તે પીજીના રજીસ્ટરમાંથી તે યુવતીઓના મોબાઈલ નંબરો નોંધી લેતો હતો. તેની ઓળખ ન થાય તે માટે તે સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમના નંબર પર કોલ કરતો હતો.

સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી: પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ માત્ર તેમના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી નથી, પરંતુ તેમની પાસે આવવાની અને બોલાવવામાં આવે તો સહકાર આપવાની પણ માંગણી કરી હતી. સાઉથ ઈસ્ટ ડિવિઝનના CEN ઈન્સ્પેક્ટર યોગેશની આગેવાની હેઠળની ટીમે યુવતીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે યુવતીના નામે આરોપી સાથે ચેટ કરી, તેને વિશ્વાસમાં લીધો અને તેને હોટલમાં બોલાવી તેની ધરપકડ (Youth arrested for making private video of girls) કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.