ETV Bharat / bharat

યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા - નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ વરિષ્ઠ નાગરિકો અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ સાથે એક બેઠક યોજીને યાસ વાવાઝોડાથી બચાવાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

PM Modi to hold meeting on cyclone Yaas
PM Modi to hold meeting on cyclone Yaas
author img

By

Published : May 23, 2021, 3:20 PM IST

  • યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા
  • વાવાઝોડું યાસ 26 મે ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે ટકરાય તેવી શક્યતા
  • પશ્ચિમ બંગાળ યાસ વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીઓ કરી લીધી

પશ્ચિમ બંગાળ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ વરિષ્ઠ નાગરિકો અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ સાથે એક બેઠક યોજીને યાસ વાવાઝોડાથી બચાવાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડું યાસ 26 મે ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે ટકરાય તેવી શક્યતા છે.

PM મોદી
યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા

આ પણ વાંચો - ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને તેની ભયાનક અસરો

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ખુદ કંટ્રોલ રૂમમાં હાજર રહેશે

પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીઓ કરી લીધી છે. પળે પળની ખબર મેળવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ખુદ કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. અધિકારીઓ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.

PM મોદી
વાવાઝોડું યાસ ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા

આ પણ વાંચો - સાઈક્લોન 'યાસ' 26 મેના રોજ ઓડિશામાં પટકવાની સંભાવના

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડું યાસ ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જે 24 મે સુધી ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે, અને પછીના 24 કલાકમાં ગંભીર વાવાઝોડાનું રૂપ લઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 મે ની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળ નજીક બંગાળની ખાડી અને તેના ઉપરી ભાગમાં ઓડિશા અને બાંગ્લાદેશના દરિયા કિનારા સુધી પહોંચશે.

આ પણ વાંચો - વડાપ્રધાન મોદી આજે ચક્રવાત યાસ પર સમીક્ષા બેઠક કરશે

સંવેદનશીલ વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવામાં આવી છે

રવિવારના રોજ રાજ્ય સચિવાલયમાં અધિકારીઓ સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવામાં આવી છે. અધિકારીઓને દરિયા કિનારા અને નદી કાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ

આ પણ વાંચો - તૌકતે વાવાઝોડામાં P-305 શિપ ડૂબ્યૂ, જહાજ છોડીને ભાગી ગયો હતો કેપ્ટન? જાણો એ દિવસે શું થયું હતું

મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આપી માહિતી

મમતા બેનર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, મે સંબંધિત કેન્દ્રીય અને રાજ્ય એજન્સી્સ, જિલ્લાધિકારીઓ અને પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી સંભાવિત વાવાઝોડા યાસના જોખમ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે.

મમતા બેનર્જી
મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો - વાવાઝોડા યાસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક, પ.બંગાળના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે મમતા બેનર્જી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.