ETV Bharat / bharat

IND Vs SL : જાણો શા માટે, મોહાલી ટેસ્ટમાં 50 ટકા દર્શકોને મેચ જોવાની મળી પરવાનગી - 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે ભારત અને શ્રીલંકા(India vs Sri Lanka) વચ્ચે મોહાલીના PCA સ્ટેડિયમ ખાતે 4 માર્ચથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી(50 percent audience approval) આપી હતી. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ પણ વિરાટ કોહલીની 100મી મેચ(Virat Kohli's 100th test match) હશે.

IND Vs SL
IND Vs SL
author img

By

Published : Mar 2, 2022, 5:04 PM IST

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા(India vs Sri Lanka) વચ્ચે શુક્રવારથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દર્શકોની હાજરીમાં રમાશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ(Virat Kohli's 100th test match) હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ ચાહકો કોહલીની 100મી ટેસ્ટ મેચ રમવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે. શાહે નિવેદનમાં કહ્યું કે, મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે નહીં.

આ પણ વાંચો : IND VS SL: ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી-20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું

વિરાટ બનશે 12મો ખેલાડી 100 ટેસ્ટ રમનાર

સચિન તેંડુલકર (200), રાહુલ દ્રવિડ (163), વીવીએસ લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), સુનીલ ગાવસ્કર (125), દિલીપ વેંગસરકર (116), સૌરવ ગાંગુલી (113), ઈશાંત શર્મા (105), હરભજન સિંહ (103) અને વિરેન્દ્ર સેહવાગ (103), કોહલી 100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય બનશે.

કોરોના ગાઇડલાઇનનું કરાશે પાલન

આવી સ્થિતિમાં, BCCIનો નિર્ણય તે દર્શકો માટે આવકારદાયક સમાચાર છે, જેમને સ્ટેન્ડ પરથી કોહલીની 100મી ટેસ્ટ જોવાની તક મળશે. ચાહકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર પ્રથમ મેચ માટે દર્શકોને મંજૂરી ન આપવા પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) એ ગયા અઠવાડિયે પુષ્ટિ કરી હતી કે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ કોવિડ-19 રોગચાળાને કારણે દર્શકો વિના રમાશે.

આ પણ વાંચો : Women Cricket World Cup 2022 : 4 માર્ચથી યોજાશે ICC મહિલા વિશ્વ કપ, જાણો શેડ્યૂલ

50 ટકા દર્શકો રહશે હાજર

PCAના કોષાઘ્યાક્ષ આરપી સિંગલાએ જણાવ્યું, “અમે બીસીસીઆઈ પાસેથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી શરૂ થનારી 1લી ટેસ્ટ મેચ માટે 50 ટકા ક્ષમતાવાળા દર્શકોને મંજૂરી આપવા વિશે સાંભળ્યું છે. ભીડ હોવાથી અમે બુધવારથી ટિકિટના ઓનલાઈન વેચાણને મંજૂરી આપીશું.

વિરાટના સ્કોર પર એક નજર

વિરાટ કોહલીને તેની 100મી ટેસ્ટ મેચ રમતા જોવા માટે ચાહકો સ્ટેડિયમમાં ટિકિટ કાઉન્ટર પર હાજર રહેશે અને PCA એ સુનિશ્ચિત કરશે કે તમામ COVID-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગસ્ટન ખાતે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કોહલીએ 99 ટેસ્ટ મેચમાં 7962 રન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.