ETV Bharat / bharat

આજે બુદ્ધ પૂર્ણિમા, આ રીતે ગૌતમ બુદ્ધની પૂજા કરવાથી વૈભવ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે - bauddh Purnima in Bihar

જ્યારે ભગવાન બુદ્ધને (Gautam Buddha Birthday) તેમના જીવનમાં હિંસા, પાપ અને મૃત્યુ વિશે જાણ થઈ ત્યારે તેમણે આસક્તિ અને ભ્રમનો ત્યાગ કર્યો. આવી સ્થિતિમાં, તેણે પોતાના પરિવારને (Sanyas in Baudh Religion) છોડીને તમામ જવાબદારીઓમાંથી મુક્તિ મેળવી. પોતે સત્યની શોધમાં નીકળી પડ્યા. આ પછી બુદ્ધને પણ સત્યનું જ્ઞાન મળ્યું. ત્યારથી વૈશાખ પૂર્ણિમાની (Vaishakhi Purnima 2022) તિથીનો ભગવાન બુદ્ધના જીવનની મુખ્ય ઘટનાઓ સાથે વિશેષ સંબંધ છે. આ કારણથી દર વર્ષે વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે.

આજે બુદ્ધ પૂર્ણિમા, આ રીતે ગૌતમ બુદ્ધની પૂજા કરવાથી વૈભવ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે

author img

By

Published : May 16, 2022, 5:01 AM IST

હૈદરાબાદ: વૈશાખ માસની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાંથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનુસાર, વૈશાખ માસની પૂર્ણિમાંનો દિવસ ગૌતમ બુદ્ધના જન્મના રૂપમાં મનાય છે. એક માન્યતા અનુસાર, આ દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો અને આ દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું મનાય છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાં તારીખ 16 મે 2022ના રોજ સોમવારે આવે છે. બુદ્ધિ પૂર્ણિમાનો દિવસ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે સર્વોત્તમ ઉત્સવનો દિવસ હોય છે. હિંદુ ધર્મ અનુસાર ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

આ પણ વાંચો: મોહિની એકાદશીના દિવસે બની રહ્યો છે રાજયોગ જેવો સંજોગ, આ રાશીઓના લોકોને થશે મોટો ફાયદો

આ રીતે કરી શકાય પૂજાવિધિ: આ દિવસે ભગવાન બુદ્ધ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને ભગવાન ચંદ્રદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો આ દિવસને ધામધૂમથી ઉજવે છે. બુદ્ધ પૂર્ણિમાના શુભ મુહૂર્ત તારીખ 15 મેના રોજ સાંજે 15.45 વાગ્યાથી શરૂ થઈને 16 મેના રોજ રાત્રે 09.45 વાગ્યા સુધી રહેશે. આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે. પણ તે ભારતમાં ક્યાંય અસર નહીં કરે. પંચાંગ અનુસાર, બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ઉપરાંત હિંદુ ધર્મમાં પણ આ તિથીનું ખૂબ મહત્વ છે.

આ પણ વાંચો: મે મહિનાના બીજા અઠવાડિયામાં છે આટલા શુભ મૂહુર્ત, કોઈ પણની નવી શરૂઆત શ્રેષ્ઠ બની રહેશે

સ્નાન અને દાનનું મહત્ત્વ: વૈશાખ પૂર્ણિમાના દિવસે પણ પવિત્ર નદીમાં સ્નાન અને દાનનું મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન બુદ્ધ ઉપરાંત શ્રીહરિ વિષ્ણું અને ભગવાન ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રના દર્શન કર્યા વિના પૂર્ણિમા વ્રત પૂર્ણ થતું નથી. આ દિવસે ચંદ્રના દર્શન કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને પ્રસાદ ચડાવવાનો અને નદીમાં તલ નાંખવાનો મહિમા છે. આ દિવસે ગૌતમ બુદ્ધની પૂજા કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા વધે છે. તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

આ પણ વાંચો: રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

બિહારમાં ખાસ ઉજવાય છે: બિહારમાં બોધગયા નામનું સ્થળ હિન્દુઓ અને બૌદ્ધો માટે પવિત્ર યાત્રાધામ છે. ઘર છોડ્યા પછી સિદ્ધાર્થ સત્યની શોધમાં સાત વર્ષ સુધી જંગલમાં ભટકતો રહ્યો. અહીં તેમણે કઠોર તપસ્યા કરી અને વૈશાખ પૂર્ણિમાના દિવસે બોધગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળ કુશીનગર સ્થિત મહાપરિનિર્વાણ વિહાર ખાતે એક મહિના સુધી મેળો ભરાય છે. વિહારની પૂર્વ દિશામાં એક સ્તૂપ છે. અહીં ભગવાન બુદ્ધનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.