ETV Bharat / bharat

રાજ્યોનો ચૂંટણી જંગ: ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેવા રહેશે પરિણામો - વિધાનસભાની ચૂંટણી

ચાર રાજ્યો અને કેન્દ્રશાસ્તિ પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના શું પરિણામો આવશે તેની ભારે ચર્ચા પૂર્વસંધ્યાએ થઈ રહી છે. રવિવારે સવારથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં થોડું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

રાજ્યોનો ચૂંટણી જંગ
રાજ્યોનો ચૂંટણી જંગ
author img

By

Published : May 1, 2021, 10:44 PM IST

  • કુલ 18.68 કરોડ મતદારોએ કુલ 824 બેઠકો માટે 2.7 લાખ મતદાન મથકોએ જઈને મતદાન કર્યું
  • રવિવારે સવારથી મતગણતરી શરૂ થશે
  • ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ ચાર રાજ્યો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો

હૈદરાબાદ: ચાર રાજ્યો અને કેન્દ્રશાસ્તિ પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના શું પરિણામો આવશે? તેની ભારે ચર્ચા પૂર્વસંધ્યાએ થઈ રહી છે. રવિવારે સવારથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં થોડું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

  • ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ ચાર રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળ તથા પુડુચેરીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
  • આ ચૂંટણીઓમાં કુલ 18.68 કરોડ મતદારોએ કુલ 824 બેઠકો માટે 2.7 લાખ મતદાન મથકોએ જઈને મતદાન કર્યું હતું. હવે તેનું પરિણામ શું આવશે તેની ઉત્સુકતા છે.
  • રવિવારે સવારથી મતગણતરી શરૂ થશે. સ્ટ્રોન્ગ રૂમમાંથી ઈવીએમ મશીનો બહાર કઢાશે અને તે સાથે જ ઉમેદવારોનું ભાવી પણ ખુલવા લાગશે.

આસામ:

  • આસામ વિધાનસભાની કુલ 126 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું.

મુખ્ય મુદ્દાઓ અને પ્રચાર

  • આસામમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદારોનો મિજાજ ભાજપના વિકાસના દાવા અને સિટિઝનશીપ (એમેન્ડમેન્ટ) ઍક્ટના કારણે જાગેલા વિવાદો વચ્ચે ઝૂલતો રહ્યો હતો. ભાજપ ફરી એકવાર આસામમાં સત્તા માટે મેદાનમાં ઉતર્યો હતો.

હરિફો વચ્ચે સીધો જંગ

  • આ વખતે આસામમાં ભાજપ અને તેની સામે કોંગ્રેસની આગેવાનીમાં ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) વચ્ચે સીધી લડાઈ હતી.
  • આસામના ભાજપના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, ભાજપના નેતા હેમંતા બિશ્વા શર્મા, આસોમ ગણ પરિષદના પ્રમુખ અતુલ બોરા, AIUDFના નેતા બદરુદ્દીન અજમલ, આસામ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રિપુન બોરા અને હાલમાં જેલમાં રહેલા CAA વિરોધી કાર્યકર અને રાયજોર દલના નેતા અખિલ ગોગાઇ મહત્ત્વના ઉમેદવારો હતા.

ઍક્ઝિટ પોલનું અનુમાન

  • ઍક્ઝિટ પોલ અમુક વિસ્તારોમાં થયેલા નમૂનાના સર્વેના આધારે થતા હોય છે એટલે તે એટલા સચોટ હોવાનો રેકર્ડ ધરાવતા નથી.
  • ઈટીવી ભારતના અંદાજ અનુસાર ભાજપની આગેવાની હેઠળના મોરચાને 126માંથી 55 સુધીની બેઠકો મળી શકે છે. અખિલ ગોગોઇની આગેવાની હેઠળ નવા બનેલા રાયજોર દલ ખેડૂતોના હકો માટે લડનારા નેતા તરીકે ધ્યાન ખેંચી રહ્યા હતા. તેમના પક્ષને તથા અપક્ષોને સાત જેટલી બેઠકો મળી શકે છે.
  • જો કે, સર્વેક્ષણમાં શાસક પક્ષ ભાજપને આગળ બતાવાયો છે. ઇન્ડિયા ટૂડે-માય એક્સિસ અને ટાઇમ્સ નાઉ-સીવોટરે તેને સ્પષ્ટ બહુમતી દર્શાવી છે, જ્યારે રિપબ્લિક-સીએનએક્સે એનડીએની બહુમતી બતાવી છે.
    રાજ્યોનો ચૂંટણી જંગ
    ઍક્ઝિટ પોલનું અનુમાન

તામિલનાડુ:

  • 234 બેઠકો માટે તામિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન યોજાયું હતું.

મુખ્ય મુદ્દાઓ અને પ્રચાર

  • આ વખતે પણ તામિલનાડુમાં એઆઈએડીએમક અને ડીએમકે વચ્ચે સત્તા માટે સીધી લડત હતી. ડીએમકે તરફથી 'સ્થાનિક વિરુદ્ધ બહાર'ના લોકોનો મુદ્દો લીધો હતો અને આક્ષેપ કર્યો હતો કે એઆઈએડીએમકે ફરી સત્તા પર આવશે તો તેનો અર્થ એ થશે કે રાજ્યની ધૂરા ભાજપના હાથમાં દિલ્હી જતી રહેશે.
  • આ સિવાય ભ્રષ્ટાચારનો મુખ્ય મુદ્દો રહ્યો અને NEETની પરિક્ષાનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. અન્ય મુદ્દામાં કોરોના ચેપનો ફેલાવો પણ હતો.

હરિફો વચ્ચે સીધો જંગ

  • વર્તમાન મુખ્ય પ્રધાન પલાનીસ્વામી પોતાના પક્ષ એઆઈએડીએમકેને ફરી સત્તા મળશે તેવા આશાવાદી છે, પણ મુખ્ય વિપક્ષ ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલીન આ વખતે સત્તા કબજે કરવા માટે અપેક્ષા રાખીને બેઠા છે.
  • કમલ હાસનનો પક્ષ મક્કાલ નીધી મૈયમના નેતા કમલ હાસન અને ઓ. પન્નીરસેલ્વમ પણ આ ચૂંટણીના મહત્ત્વના ચહેરાઓ હતા.

ઍક્ઝિટ પોલનું અનુમાન

  • એવું અનુમાન થઈ રહ્યું છે કે પલાનીસ્વામીના દહાડા પૂરા થયા છે અને ડીએમકે નવી સરકાર બનાવશે. ઈટીવી ભારતનું અનુમાન છે કે ડીએમકેની આગેવાની હેઠળના મોરચાના 133 જેટલી બેઠકો મળી શકે છે.
  • એઆઈએડીએમકેને માત્ર 89 બેઠકો, જ્યારે અન્યોના ફાળે 12 બેઠકો જઈ શકે છે.
  • ટાઈમ્સ નાઉ-સીવોટર, ઇન્ડિયા ટુડે-માય એક્સિસ, રિપબ્લિક-સીએનએક્સના ઍક્ઝિટ પોલમાં પણ ડીએમકેના વિજયનું અનુમાન છે.
    રાજ્યોનો ચૂંટણી જંગ
    ઍક્ઝિટ પોલનું અનુમાન

કેરળ:

  • કેરળની 140 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું.

મુખ્ય મુદ્દાઓ અને પ્રચાર

  • સબરીમાલાનો મુદ્દો, ભ્રષ્ટાચાર અને સગાવાદના આરોપો વર્તમાન સરકાર સામે ગાજતા રહ્યા હતા. સાથે જ સામાજિક કલ્યાણના મુદ્દા, વિકાસના કાર્યો અને મજબૂત નેતાગીરીનો પ્રચાર થયો અને નીપા વાવાઝોડા વખતની કામગીરીના વખાણ થયા. આ ઉપરાંત કોરોના રોગચાળાની કામગીરીના મુદ્દો પર મતદારો માટે મહત્ત્વનો મુદ્દો હતો.

હરિફો વચ્ચે સીધી જંગ

  • કેરળમાં આ વખતે પણ સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી લોકતાંત્રિક મોરચાના નેતા તરીકે મુખ્ય પ્રધાન પિનરઇ વિજયને દોર સંભાળ્યો હતો. સામી બાજુએ કોંગ્રેસના સી. રઘુનાથ, ભાજપના પદ્મનાભન મહત્ત્વના ઉમેદવારો હતા. સીપીએમના કે. કે. શૈલજા, કે.ટી. જલીલ, કોંગ્રેસના ઉમેન ચાંડી અને રમેશ ચેન્નીથાલા અને ભાજપ તરફથી ઈ. શ્રીધરન અને કે. સુરેન્દ્ર જેવા અગત્યના નેતાઓ મેદાનમાં હતા.

ઍક્ઝિટ પોલનું અનુમાન

  • ઈટીવી ભારતનું અનુમાન છે કે સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી મોરચાને ઐતિહાસિક રીતે સતત બીજી વાર સત્તા મળશે અને 82 જેટલી બેઠકો મળશે. કોંગ્રેસની આગેવાની હેઠળના સંયુક્ત લોકતાંત્રિક મોરચાને 56 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને કદાચ એકાદ બેઠક મળી શકે છે.
  • ટાઈમ્સ નાઉ-સીવોટર, ઇન્ડિયા ટુડે-માય એક્સિસ, રિપબ્લિક-સીએનએક્સના ઍક્ઝિટ પોલમાં પણ ડાબેરી મોરચાને આગળ બતાવાયો છે.
    રાજ્યોનો ચૂંટણી જંગ
    ઍક્ઝિટ પોલનું અનુમાન

પુડુચેરી:

  • કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની 30 બેઠકો માટે એક જ તબક્કે 6 એપ્રિલે મતદાન થયું હતું.

મુખ્ય મુદ્દાઓ અને પ્રચાર

  • પુડુચેરીને કેન્દ્રશાસિત તરીકે વિશેષ દરજ્જો, 25 ટકા ફંડ મળે છે તે વધારીને 40 ટકા કરવું, કેન્દ્રના ફાઇનાન્સ કમિશનમાં પુડુચેરીનો સમાવેશ, પછાત વર્ગ અને કન્યાઓ માટે શિક્ષણ અને કોરોના સંકટ વગેરે ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ હતા.

હરિફો વચ્ચે સીધી જંગ

  • ઑલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના એન. રંગાસામી, રિચાર્ડ જ્હોનકુમાર અને ભાજપના એ. નમસિવાયમ અને એ. જ્હોનકુમાર અગત્યના ઉમેદવારો હતા.

ઍક્ઝિટ પોલનું અનુમાન

  • ઇન્ડિયા ટુડે-માય એક્સિસ અને રિપબ્લિક-સીએનએક્સના ઍક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી દર્શાવી છે, જ્યારે ટાઈમ્સ નાઉ-સીવોટરમાં ભાજપનો વિજય દર્શાવાયો છે.
    રાજ્યોનો ચૂંટણી જંગ
    ઍક્ઝિટ પોલનું અનુમાન

પશ્ચિમ બંગાળ:

પશ્ચિમ બંગાળની 292 બેઠકો માટે કુલ આઠ તબક્કામાં મતદાન થયું હતું.

મુખ્ય મુદ્દાઓ અને પ્રચાર

  • શાસક ટીએમસી સામે સગાવાદ અને ભેદભાવના આક્ષેપો થતા રહ્યા. અંફાન વાવાઝોડાને કારણે થયેલું નુકસાન અને કોરોના વાઇરસના વધતા કેસ પણ મુખ્ય મુદ્દાઓ બની રહ્યા હતા.
  • સાથે જ રાજ્યમાં ધ્રુવીકરણ અને જ્ઞાતિવાદના મુદ્દા પ્રબળ બનેલા રહ્યા.
  • મમતા બેનરજીની આગેવાનીમાં ટીએમસી 10 વર્ષ પછી ત્રીજી વાર સરકાર બનાવવા માટે મેદાનમાં ઉતર્યો હતો, જ્યારે ભાજપે આ વખતે તેમને મજબૂત ટક્કર આપી હતી અને સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે.
  • હિજરતીઓને નાગરિકતા અને CAAના અમલનો મુદ્દો પર ચગતો રહ્યો. સાથે જ લઘુ ઉદ્યોગોની મુશ્કેલી, મહિલાઓ માટે નોકરીમાં અનામત, દરેક કુટુંબમાં એકને રોજગારી, સાતમા પગાર પંચનો અમલ, કન્યાઓને મફત શિક્ષણ, વિધવા પેન્શન અને ગરીબો માટે આવકની યોજનાઓ જેવા મુદ્દા પણ ચર્ચાયા.

હરિફો વચ્ચે સીધી જંગ

  • મુખ્ય હરિફોમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, કોંગ્રેસના પાર્થા ચેટરજી, ભાજપના સુવેન્દુ અધિકારી, મુકુલ રોય અને બિશ્વજિત સિંહા વગેરે નામો ચર્ચાતા રહ્યા.

ઍક્ઝિટ પોલનું અનુમાન

  • ઈટીવી ભારતનું અનુમાન છે કે ટીએમસીને 131 બેઠકો, જ્યારે ભાજપને 126 બેઠકો મળી શકે છે. ડાબેરી અને કોંગ્રેસના જોડાણને 32 બેઠકો જ્યારે ત્રણેક બેઠકો અન્યોને મળી શકે છે.
  • ટાઈમ્સ નાઉ-સીવોટરે ટીએમસીને સ્પષ્ટ બહુમતી બતાવી છે. રિપબ્લિક-સીએનએક્સના ઍક્ઝિટ પોલમાં બંને વચ્ચે કસોકસની લડતનું અનુમાન છે - ટીએમસીને 128-138, જ્યારે ભાજપને 138-148 બેઠકો દર્શાવાઈ છે.
  • એ જ રીતે ઇન્ડિયા ટુડે-માય એક્સિસમાં પણ અસ્પષ્ટ ચિત્ર ઉપસે છે. તેમાં ટીએમસીને 130-156 બેઠકો, જ્યારે ભાજપને 134-160 બેઠકોનું અનુમાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.