બાંદા(ઉત્તર પ્રદેશ): બાંદામાં લગ્નમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયો અને બોલેરો એકબીજા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
બોલેરો અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર: ચિત્રકૂટના રાજાપુરથી શોભાયાત્રામાં ભાગ લેવા જઈ રહેલી સ્કોર્પિયો અને બોલેરો માલના ગોદામ પાસે એકબીજા સાથે અથડાઈ હતી. ત્યારે રસ્તામાં બંને વાહનોની ટક્કર થઈ ગઈ. ટક્કર બાદ આ વાહનો રોડની બાજુમાં મોટા ખાડામાં પડી ગયા હતા. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી અને લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જિલ્લા હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ તમામ લોકો પલાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નિવાઈચ ગામના રહેવાસી હતા. ક્રેનની મદદથી વાહનોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું
અકસ્માતમાં 5ના મોત: સંબંધીઓએ જણાવ્યું કે તેઓ ચિત્રકૂટના રાજાપુર શોભાયાત્રામાં ભાગ લેવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ પૈલાની વિસ્તારમાં આવેલા તેમના ગામ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક માલસામાનના ગોદામ પાસે એક સ્કોર્પિયો અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. લોકોએ કહ્યું કે આ ઘટના કેવી રીતે બની તેની કોઈ માહિતી નથી. બંને વાહનો એકબીજા સાથે અથડાઈ ત્યારે જ ખબર પડી. ડીએમ રંજને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક મદદની ખાતરી આપી છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: FIR against NCP leader : NCP નેતા સહિત 7 અન્ય લોકો વિરુદ્ધ FIR, આસિસ્ટન્ટ કમિશનર પર હુમલો કરવાનો આરોપ
નશામાં હતા બંને ડ્રાઈવરો: પોલીસના જણાવ્યા અનુસાર બંને વાહનચાલકો દારૂના નશામાં હતા. વાહનોમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. બંને વાહનોમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઇવરોના વધુ પડતા નશાના કારણે બંને એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વાહનો બેકાબૂ થઈને સામેના ઝાડ સાથે અથડાયા હતા.