- બજાજ ઓટોએ વધારી ફ્રી સર્વિસની તારીખ
- 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી ફ્રી સર્વિસ
- તમામ ટુ-વ્હીલર અને વ્યાપારી વાહનોને મળશે ફ્રી સર્વિસ
મુંબઈઃ બજાજ ઓટોએ કેટલાક રાજ્યો દ્વારા કોવિડ-19 મહામારીની બીજી લહેર ફેલાતી અટકાવવાના હેતુથી સ્થાનિક ધોરણે લોકડાઉન લાદેલું છે જેને લઇને આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલથી 31 મેના અંત સુધીના વાહનોની ફ્રી સર્વિસ હવે 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. આ અવધિિ તમામ ટુ-વ્હીલર અને વ્યાપારી વાહનોને લાગુ પડે છે. બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કહ્યું, "ગયા વર્ષની જેમ, અમે ફરી એકવાર અમારા બધા ગ્રાહકો માટે સેવાનો સમયગાળો બે મહિના સુધી વધારી રહ્યાં છીએ." કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે સુનિશ્ચિત કર્યું છે કે દેશભરમાં તેમની ડીલરશીપ માલિકો બજાજના તમામ ગ્રાહકોને ફ્રી સર્વિસના સમયગાળાનો લાભ આપેે.
આ પણ વાંચોઃ રાહુલ બજાજે બજાજ ઓટોનું છોડ્યું અધ્યક્ષ પદ