ETV Bharat / bharat

વર્ગીસ કુરિયન વિશ્વના પહેલા વ્યક્તિ જેણે દુધમાંથી પાઉડર બનાવ્યો - આણંદ અમૂલ ડેરી

દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર વર્ગીસ કુરિયનને લોકો મિલ્કમેન તરીકે ઓળખે છે. વર્ગીસ કુરિયન જેમણે દૂધની અછતનો સામનો કરી રહેલા દેશને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો. દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. એ સમયે એવા કેટલાક વ્યક્તિઓને યાદ કરીએ જેમણે આ દેશ માટે અસાધારણ કહી શકાય એવું પરિવર્તન લાવ્યું.

વર્ગીસ કુરિયન વિશ્વના પહેલા વ્યક્તિ જેણે દુધમાંથી પાઉડર બનાવ્યો

author img

By

Published : Aug 13, 2022, 8:07 AM IST

ન્યૂઝ ડેસ્કઃ વર્ગીસ કુરિયનનો Dr Verghese Kurien જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કેરળના કોઝિકોડમાં થયો હતો. વર્ષ 1940માં લોયલા કૉલેજમાંથી સ્નાતક થયા Father of the white Revolution પછી વર્ગીસે ચેન્નાઈની ગિન્ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી Guindy college of Engineeringડિગ્રી લીધી. TISCO જમશેદપુરમાં Tata Steel Coal Mines થોડો સમય કામ કર્યા પછી કુરિયનને ડેરી એન્જિનિયરિંગનો dairy engineering અભ્યાસ કરવા માટે ભારત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ઈમ્પીરીયલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એનિમલ હસબન્ડ્રી એન્ડ ડેરીંગ બેંગ્લોરમાં વિશેષ તાલીમ મેળવ્યા બાદ તેઓ અમેરિકા ગયા. ત્યાં તેમણે 1948માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી. જેમાં ડેરી એન્જિનિયરિંગ વિષય હતો.

આ પણ વાંચો 5Gની સુવિધા સારી પણ આરોગ્ય પર કેન્સર જેવી ઘાતક અસર કરી શકે

ફેડરેશન શરૂ કર્યું એમનું સ્વપ્ન દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની સાથે ખેડૂતોની સ્થિતિ સુધારવાનું હતું. ત્રિભુવન ભાઈ પટેલ સાથે મળીને ખેડા જિલ્લા સહકારી મંડળીની શરૂઆત કરી હતી. વર્ષ 1949માં તેમણે ગુજરાતમાં બે ગામોને સભ્ય બનાવીને ડેરી કોઓપરેટિવ ફેડરેશનની સ્થાપના કરી હતી. કુરિયન ભેંસના દૂધમાંથી પાવડર બનાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા. અગાઉ ગાયના દૂધમાંથી પાવડર બનાવવામાં આવતો હતો. જેમાં તેમણે ઘણા બધા સંશોધન કર્યા હતા.

બોર્ડ તૈયાર થયું અમૂલની સફળતા પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલ મોડેલને અન્ય સ્થળોએ ફેલાવવા માટે રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ (NDDB) ની રચના કરી. તેમને બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. NDDB એ વર્ષ 1970 માં ઓપરેશન ફ્લડ શરૂ કર્યું. જેણે ભારતને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક બનાવ્યું. કુરિયને 1965 થી 1998 સુધી 33 વર્ષ NDDB ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ 1973 થી 2006 સુધી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના વડા અને 1979 થી 2006 સુધી ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થાના પ્રમુખ હતા.

આ પણ વાંચો ટ્વિટર આંશિક આઉટેજ માટે 'આંતરિક સિસ્ટમના ફેરફાર'ને આપે છે દોષ

પદ્મ એવોર્ડ એમને 1999માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને વર્ષ 1993માં અમેરિકાના ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર તરીકે સન્માન આપવામાં આવ્યું હતું. વર્ષ 1989માં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, 1966માં પદ્મ ભૂષણ, 1965માં પદ્મશ્રી, 1963માં રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માન આપવામાં આવ્યું હતું. વર્ષ 2012માં 90 વર્ષની વયે વર્ગીસ કુરિયને દુનિયાને અલવિદા કહી દીધું. દેશમાં સંસાધનોની કોઈ કમી નથી. તે શીખવીને તેઓ ગયા છે. ફક્ત એકસાથે સપના જોવાની અને આગળ વધવા માટે પગલાં લેવાની જરૂર છે. એ એમનો સંદેશો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.