ન્યૂઝ ડેસ્ક સામાન્ય રીતે એવું કહેવાય છે કે, શિક્ષણ Education is Pillar of Communityએક કોઈ પણ સમાજના ભવિષ્યનો પાયો છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીની Technology in Education મદદથી અનેક એવા વિષયના વ્યાપ વધી ગાય છે. ખાસ કરીને પ્રાયોગિક કાર્ય રીસર્ચ Research Paper પ્રોજેક્ટ વર્ક સર્વે જેવી અનેક પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓ વાકેફ થઈ રહ્યા છે. ખાસ કરીને ઓડિયો વિઝ્યુઅલ્સ માધ્યમ શાળા કક્ષાએથી જ લાગુ પડતા વિદ્યાર્થીઓને વિષયના ઊંડાણ સુધી જવાની મોટી તક મળી છે. કોઈ પણ શાળાના ક્લાસરૂમ અત્યારે સામાન્ય ક્લાસ નથી. પણ સ્માર્ટક્લાસ બની ગયા છે. જ્યારે પ્રાયમરીથી લઈને પીએચડી સુધી અનેક નવા વિષયોને અભ્યાસમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો કચરામાંથી કંચન બન્યું ગુજરાતનું સૌથી પહેલું જડેશ્વર વન, ઓઢવ વિસ્તારને ઓક્સિજન આપી રહ્યું છે
નવા વિષય નવા વિષય પ્રાદેશિક ભાષામાં શિક્ષણ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને બહોળો ફાયદો થયો છે. ખાસ કરીને ટેકનોલોજીનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે અવકાશ જેવડી તક ઊભી થઈ છે. જેના થકી વ્યવસાયિક ક્ષેત્ર પણ વિદ્યાર્થીના કૌશલ્યનો સીધો ઉપોયગ થયો છે. આઈટીઆઈ જેવી સંસ્થાઓમાં ટેકનોલોજીના જુદા જુદા કોર્ષ જેવા કે, કોમ્પ્યુટર નેટવર્કિંગ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રિકલ સિવિલ જેવા અભ્યાસક્રમો સરળ ભાષા સાથે વિડિયો માધ્યમમાં આવતા અનેકગણો ફાયદો થયો છે. જ્યારે શાળાના અભ્યાસમાં પણ વ્યવસાયલક્ષી વિષયો જેવા કે, કોમ્પ્યુટર લેંગ્વેજ મેનેજમેન્ટ ફંડા સાયન્સ ફેક્ટ અને કેમિકલ રીસર્ચ જેવા વિષયોથી વિદ્યાર્થીઓ સીધા જ માર્કેટલક્ષી નોલેજ મેળવી રહ્યા છે.
આરોગ્ય છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્ર ઘણા મોટા પરિવર્તન જોવા મળ્યા છે. આરોગ્ય ક્ષેત્રના વિકાસ અંગે એક ઉદાહરણ રૂપી વાત એ કહી શકાય કે અગાઉ જે નેગેટિવ ફિલ્મ પર એક્સ રે નીકળતા એની જગ્યાએ હવે થ્રીડી પ્રિન્ટમાં આ એક્સ રે નીકળી રહ્યા છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલમા નવા પ્રિન્ટર સાથે મશીન આવી જતા રોગનું નિદાન વધારે સચોટ અને સ્પષ્ટ બની રહ્યું છે. બીજી બીજુ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતી માટેની સુવિધાઓ ઊભી થતા નજીકના શહેર સુધી લાંબુ થવું પડતું નથી. ઑપરેશનની વાત કરવામાં આવે તો રોબોટિક્સ ટેકનોલોજીએ આરોગ્ય ક્ષેત્ર સિંહફાળો આપ્યો છે. હવે ઑપરેશન વખતે અગાઉ જેટલો ડર જોવા મળતો નથી. આ સાથે નિદાન પણ વધારે અસરકારક અને આવરદા લાબું કરનારૂ બની રહ્યું છે. કોવિડકાળ બાદ વેક્સિનેશન અને આઝાદી બાદ પોલીસની જાગૃતિથી આજે ગુજરાતની મોટાભાગની વસ્તી વેક્સિનેટ થઈ ચૂકી છે. જ્યારે દેશ આખો પોલીયો મુક્ત થયો છે.
આ પણ વાંચો ગુજરાતમાં થયેલ હાઈપ્રોફાઈલ અકસ્માતની ઘટનાઓ
આર્થિક પાસુ ઉદ્યોગોએ રોજગારી ઊભી કરવામાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ, કૃષિલક્ષી અને પરિવહનલક્ષી નાના ઉદ્યોગ શરૂ થતા MSMEનો આખો વર્ગ ઊભો થયો છે. જેનાથી અર્થતંત્રને ખરા અર્થમાં એક વેગ મળી રહ્યો છે. કોરોના કાળમાં આર્થિક રીતે લાગેલી થપાટને કારણે અનેક ઉદ્યોગો મૃતઅવસ્થા સુધી પહોંચી ગયા હતા. પણ એ પછી નવા નવા સંશોધનો અને ડિવાઈસ ટેકનોલોજીના થકી ઘણા ઉદ્યોગો પણ શરૂ થયા છે. જેના ઉદાહરણ રૂપી એ વાત કહી શકાય કે, કોરોના બાદ પેકેજિંગ અને ઈકો ફ્રેન્ડલી સેક્ટર સંબંધી ઉદ્યોગોમાં અચ્છે દિન જોવા મળ્યા છે. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર થતા ગૃહઉદ્યોગ અને પેપરબોર્ડની વસ્તુઓની કોમોડિટીમાં એક પ્રકારની તેજી જોવા મળી રહી છે. મોટા ઉદ્યોગોનું પ્રદાન આર્થિક ક્ષેત્રે અનેક રીપોર્ટમાં સામે આવે છે. પણ એની પાછળ નાના અને ચાવીરૂપ ઉદ્યોગો જવાબદાર હોય છે. જેમ કે, રાજકોટમાં ઓટો પાર્ટ ઉદ્યોગ મોરબીમાં સિરામિક અને પેપરવર્ક અમદાવાદમાં પ્રિન્ટિગ અને કાચો માલ જેણે નાના વોલ્યુમ ઉપર પણ મોટી આવક ઊભી કરીને એક આખી માર્કેટ ચેઈનને સદ્ધર બનાવ્યા છે.
ઈસરો અને એનસ્પેસ ગુજરાતમાં ઇન-સ્પેસ સેન્ટર નાસા જેવી કામગીરી કરીને વિજ્ઞાન સેક્ટરનું એક હનુમાન કુદકો મારશે. અમદાવાદમાં બનેલા ઇન-સ્પેસ સેન્ટરની જવાબદારી ઇસરોના પૂર્વ એસોસિયેટ ડિરેક્ટરને સોંપવામાં આવી છે. આ સેન્ટર કાર્યરત થયું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. ઈસરો અને એક ખાનગી કંપની વચ્ચે સેતુરૂપ કરાર થયા બાદ અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે ઘર આંગણે એક નવા આયામ ખુલ્યા છે. દેશમાં પહેલીવાર પ્રાઇવેટ સેક્ટર ઈસરોએ હાથ મિલાવીને સ્વદેશી ઉપકરણ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. જેમાં આ સેન્ટર એક ચાવીરૂપ ભૂમિકા અદા કરશે. અમદાવાદના બોપલ ખાતે આવેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરમાં સર્કિટથી લઈને રોકેટના મોડેલ સુધીના તમામ આધુનિક ડિવાઈસ મૂકવામાં આવ્યા છે. આ કેન્દ્રના ડાયરેક્ટર રાજીવ જ્યોથી કહે છે કે, સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન માટે આ સેન્ટર બનાવાયું છે. જે રીતે ઈસરો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંદર આવે છે એ જ રીતે ઇન-સ્પેસ સેન્ટર પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ જ કામગીરી કરશે.