ETV Bharat / bharat

કાસગંજ: પોલીસ પર દારૂ માફિયાઓનો હુમલો, એન્કાઉન્ટરમાં આરોપીનું મોત - દારી માફિયાનું આતંક

કાસગંજમાં પોલીસ ટીમ પર હુમલો કરનાર અને જવાનની હત્યા કરનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આરોપીનું નામ ઇલકાર છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, કાલી નદીના કાંઠે એન્કાઉન્ટર થયું હતું. આરોપી એલકાર ગામનો રહેવાસી હતો. મુખ્ય આરોપી મોતી ફરાર છે, તેની સામે 11 કેસ નોંધાયા છે. ઇલકાર એક જૂનો હિસ્ટ્રીશૂટર પણ છે. તેના પર ઘણા કેસો પણ નોંધાયેલા છે.

કાસગંજમાં પોલીસ પર હુમલો
કાસગંજમાં પોલીસ પર હુમલો
author img

By

Published : Feb 10, 2021, 8:54 AM IST

  • યૂપીના કાસગંજમાં દારૂ માફિયાઓએ પોલીસ પર કર્યો હુમલો
  • ઘટનામાં એક કોન્સ્ટેબલનું મોત, અન્ય ઘાયલ
  • આરોપી ઇલકાર જૂનો હિસ્ટ્રીશૂટર

કાસગંજ : જિલ્લાના સિઢપુર પોલીસના ગામ નગલા ધીમરમાં વોરંટીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલને બંધક બનાવી લીધો હતો.પોલીસ અધિકારી અશોક કુમાર અને કોન્સ્ટેબલ દેવેન્દ્રને બંધક બનાવામાં આવ્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે અન્ય અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે.

બન્ને અધિકારીઓને ઢોર માર મારવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સિઢપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ધીમર અને નાગલા ભીકારી ગામમાં પોલીસ અધિકારીઓ દ્વારા દારૂ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી માટે પોલીસ અધિકારી સાથે કોન્સ્ટેબલ પણ ગયો હતો. જ્યા આરોપીઓએ બન્નેને બંધક બનાવી તમને માર માર્યો હતો. તેમના યુનિફોર્મ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને લાકડીઓ અને અન્ય હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. લોહીલુહાણ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. જો કે, કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત થયું હતું અને અધિકારીની હાલત ગંભીર છે.

ઇજાગ્રસ્ત હાલતમાં બન્ને અધિકારીઓ ખેતરમાંથી મળ્યા

ગઇ કાલે મોડી સાંજે પોલીસને ગેરકાયદેસર દારૂ હોવાની બાતમી મળી હતી જે બાદ સિઢપુરા પોલીસ મથકના અશોકકુમાર અને કોન્સ્ટેબલ દેવેન્દ્ર નગલા ભીકારી અને નગલા ધીમરના જંગલમાં પહોંચ્યા હતા. ત્યાં આરોપીએ બંનેને બંધક બનાવ્યા હતા. તેમનો યુનિફોર્મ કઢાવી અને તેમને માર માર્યો હતો. જે બાદ બન્નેને લોહિયાળ હાલતમાં છોડીને ભાગી ગયા હતા. બાતમી મળતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.લગભગ દોઢ કલાકની તપાસ બાદ આ બન્ને ખેતરોમાંથી મળી આવ્યા હતા.

મુખ્યપ્રધાન યોગીએ ઘટના અંગે કડક પગલા ભરવા આદેશ આપ્યા

મુખ્યપ્રધાન યોગીએ આ ઘટના અંગે કડક પગલા ભરવા અને આરોપીઓ ઉપર NSA લગાડવાનો આદેશ આપ્યો છે.ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે આરોપી પર NSA લગાડવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ, ઇજાગ્રસ્તોની સારવાર માટે સૂચનો આપવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગીએ અધિકારીના પરિવારને 50 લાખ વળતરની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.