ETV Bharat / bharat

પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ - નવજોત સિંઘ સિદ્ધુ

પંજાબમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ તમામની વચ્ચે સત્તાધારી પક્ષ કોંગ્રેસની અંદરનો આંતરિક વિવાદ સતત વધી રહ્યો છે. કોંગ્રેસમાં થયેલા ઘમાસાણ વચ્ચે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ અને પૂર્વ કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટ્વિટરમાં લડાઈ પછી હવે પોસ્ટર વોર સામે આવ્યું છે.

પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ

author img

By

Published : Jun 17, 2021, 11:43 AM IST

  • પંજાબમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી એક વાર આવ્યો સામે
  • મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ અલગથી પોસ્ટર્સ લાગ્યા
  • અમૃતસરમાં 'સમગ્ર પંજાબ સિદ્ધુની સાથે છે' લખેલા પોસ્ટર્સ લાગ્યા

અમૃતસરઃ પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ અને પૂર્વ કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, બંને નેતાઓ વચ્ચે પાર્ટીના હાઈકમાન્ડે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો છે. જોકે, હવે રાજકીય વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાધારી પાર્ટી કોંગ્રેસની અંદર ચાલી રહેલો વિવાદ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. કારણ કે મુખ્યપ્રધાન પછી હવે નવજોત સિંહ સિદ્ધુના પણ પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે બંને નેતા વચ્ચે હવે પોસ્ટર્સ વોર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- Assembly Election-2022 : 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ

પટિયાલા સહિતના શહેરોમાં મુખ્યપ્રધાનના સમર્થનમાં તો અમૃતસરમાં સિદ્ધુના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ (Capt Amarinder Singh અને પૂર્વ સાંસદ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્વિટર લડાઈ પછી હવે બંને વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. પંજાબ કોંગ્રેસનો રાજકીય વિવાદ હવે રસ્તા પર પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ પટિયાલા સહિત અનેક શહેરોમાં મુખ્યપ્રધાનના સમર્થનમાં પોસ્ટર અને હોર્ડિંગ્સ દેખાયા હતા. જોકે, હવે અમૃતસરમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં હોર્ડિંગ્સ દેખાયા હતા. અમૃતસરમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં આ પોસ્ટર્સ અમૃતસરમાં સામે આવ્યા છે. પોસ્ટરમાં લખ્યું હતું કે, સારા પંજાબ સિદ્ધુ નાલ એટલે કે પંજાબ સિદ્ધુની સાથે છે.

આ પણ વાંચો- પંજાબમાં રાજકારણીઓ વિરુદ્ધ નોંધાઇ FIR

કેપ્ટન અમરિન્દર સાથે કામ કરવાનો સિદ્ધુએ કર્યો ઈનકાર

આ સમયે બંને નેતાઓ વચ્ચે પોસ્ટર વોરના માધ્યમથી પોતપોતાને વધુ સારું સાબિત કરવાની હોડ લાગી છે. આપને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ નવજોત સિંહ સિદ્ધુએ નાયબ મુખ્યપ્રધાનના પદની ભલામણનો પણ ઈનકાર કરી દીધો છે. સૂત્રોનું માનએ તો, સિદ્ધુએ સ્પષ્ટપણે કેપ્ટન અમરિન્દરની સાથે મળીને કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.