ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

જાણો તમારૂ રાશિફળ
જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 24, 2021, 6:18 AM IST

Updated : Jan 24, 2021, 6:27 AM IST

મેષ:આજે આપના તન અને મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આપનું મન વ્‍યગ્ર રહેશે. કોઇ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્‍ત્રીઓ સાથેનો વ્‍યવહાર વધુ રહે. ઓફિસમાં પણ સ્‍ત્રી કર્મચારીઓથી આપને લાભ થાય. મનની ઉદાસીનતા આપનામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટ‍િએ મધ્‍યમ દિવસ રહે.

વૃષભ:આજે આપ તન અને મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. પરિણામે ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્‍મક અને કલાત્‍મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા જણાય છે. નાણાકીય બાબતોનું સુપેરે ઓયોજન કરી શકશો. પરિવારજનો તેમજ જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આજે આપ પોતાને આત્‍મવિશ્વાસથી છલકતા અનુભવો.

મિથુન:આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી દરેક વાતમાં સાવધાની રાખવી જરૂરી છે. કુટુંબના સભ્‍યો અને પુત્ર સાથે કોઇક કારણે અણબનાવ ટાળવા માટે દરેક સાથે ધીરજથી અને નિષ્પક્ષ રીતે વર્તન કરવું અને દરેકને પોતાની વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો. મનમાં ઉગ્રતા અને આવેગ આવે તો તેને બહાર દેખાવાના બદલે દબાવવાનો પ્રયાસ કરવો. શરીર સ્‍વાસ્‍થ્‍યમાં વિશેષ કરીને આંખોમાં પીડા હોય તેમણે સાચવવું. આપની વાણી અને વ્‍યવહાર કોઇ સાથે ગેરસમજ ઉભી ન કરે તે જોવું. અકસ્‍માતથી સંભાળવું. વધુ પડતો ખર્ચ થાય. માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવામાં જ આપની ભલાઇ છે.

કર્ક:આપનો આજનો દિવસ ઉત્‍સાહ અને આનંદમાં પસાર થશે. આપના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્‍ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્‍ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓ માટે લગ્‍નના યોગ સંભવે. શારીરિક- માનસિક આરોગ્‍ય સારું રહે. દોસ્‍તોની સંગાથે સુંદર મનોહર પર્યટન સ્‍થળની મુલાકાત થાય. પત્‍ની અને પુત્ર દ્વારા સુખશાંતિ મળે. નાણાકીય આયોજનો સારી રીતે કરી શકો.

સિંહ:આજે આપનામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્‍યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થાય અને પદોન્‍નતિના સંજોગો ઉભા થાય. ઉપરી અધિકારીઓ પણ આપની કામગીરીથી ખુશ હશે. આપના કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્‍વ વધે. પિતા તરફથી અથવા તેમની સંપત્તિથી લાભ મળે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે. સરકાર સાથેનો નાણાકીય વ્‍યવહાર સફળ રહે. જમીન મકાનના દસ્‍તાવેજો કરવા માટે સારો સમય છે.

કન્યા:આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઇચ્‍છતા લોકોને અનુકૂળ સંજોગો ઉભા થાય. પરદેશથી સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. આર્થિક લાભ અને ભાઇબહેનોથી લાભ થાય.

તુલા :આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. સરકાર ‍વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામથી દૂર રહેવું. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઇશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી. ખર્ચાઓથી વધુ થવાથી આર્થિક ખેંચ રહે.

વૃશ્ચિક :આજના દિવસે આપ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- પરિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો પરિધાન કરવાનું બને. જેના કારણે આપ ખૂબ ખુશ હશો. મનોરંજન કે પર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. રમણીય સ્‍થળે પ્રવાસ કરવાનો પ્રસંગ ઉપસ્‍િથત થાય. જાહેર માન - સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

ધન:આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ પ્રવર્તે. જેના કારણે આપ પ્રફુલ્લિતતા અનુભવશો. આપની શારીરિક સ્‍વસ્‍થતા સારી રહે. નોકરિયાતોને નોકરીમાં લાભનો દિવસ છે. ત્‍યાં સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે. આર્થિક લાભ થાય. હરીફોના હાથ હેઠા પડે.

મકર:આજે આપનું મન કેટલાક વિચારોમાં અટવાયેલું રહેશે. મનમાં કોઇ ચોક્કસ નિર્ણય લેવાનો અભાવ વર્તાશે અને આપ સુવિધાઓમાં અટવાયા કરશો. તેથી મહત્ત્વનો કોઇ નિર્ણય લેવો હોય તો તે લેવાનું આજે ટાળશો. ઘરમાં વડીલ વર્ગની તબિયતની વધુ કાળજી લેવી પડશે, તો ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરવાનું ટાળજો. સંતાનો સાથે મતભેદ ટાળીને તેમને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવજો. તેમના આરોગ્‍યની પણ વધુ સંભાળ લેવી. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ:આજે આપનું મન વધુ પડતી સંવેદના અને લાગણીઓમાં ડૂબેલું રહે. પરિણામે આપની માનસિક સ્‍વસ્‍થતા ઓછી રહે. આ સ્થિતિમાં તમે મેડિટેશનનો સલાહો લઈ શકો છો. ધાર્મિક પ્રવૃત્તિ પણ તમારી માનસિક શાંતિ વધારશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. સ્‍ત્રીઓને સૌંદર્ય અને શણગારના સાધનો પાછળ નાણાં ખર્ચ થાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍ત્‍ાવેજો કરતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સ્‍વભાવમાં જીદ્દીપણું ન રાખવું.

મીન:અગત્‍યના નિર્ણયો માટે આજે દિવસ સારો છે. આપની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આપ ખુબ સારી રીતે કામ કરી શકો. આપના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. દોસ્‍તો અને પ્રવાસ પર્યટન સ્‍થળની મુલાકાત લેવાય. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન- સન્‍માન પ્રતિષ્ઠા વધશે.

Last Updated : Jan 24, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.