મેષ: વર્તમાન દિવસે સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપને નિકટના સ્વજનો સાથે બોલવામાં સંયમ રાખવો જેથી કોઈપણ ખટરાગની સ્થિતિ ટાળી શકો. શરીર અને મનથી આપ થોડી બેચેની અનુભવશો. અનિદ્રાની સમસ્યા હોય તેમને તકલીફ વધી શકે છે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવો પડે પરંતુ આવી ચર્ચાઓથી દૂર રહેવાની આપને સલાહ આપવામાં આવે છે. વિજાતીય આકર્ષણની મોહજાળ આપને ફસાવશે. આજે તેમાં ફસાવું આપના માટે નુકસાનકારક રહેશે. મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આજે આપ લાગણીસભર બંધનોમાં બંધાયાનો અનુભવ કરશો. દિવસના ભાગમાં આપના કાર્યો સફળ થવાથી આપને આનંદ થશે. ભાઇ- બહેનોથી લાભ થશે. શરીર અને મનથી આપ તાજગીનો અનુભવ કરશો. આર્થિક લાભ પણ થશે પરંતુ બપોર પછીની પરિસ્થિતિ કંઇક જુદી જ હશે. પરિવારમાં બનતા કેટલાક પ્રસંગોથી આપના મનમાં અને પરિવારના સભ્યોના મનમાં કટુતા ઉભી થઈ શકે છે. ધનખર્ચ થાય અને બીજાના માટે કરેલા કાર્યોમાં યશ ના મળે તેવું પણ બની શકે છે. સ્ત્રીપાત્રથી તથા પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન: આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. મન અસંતોષની લાગણીથી ઘેરાયેલું રહેશે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું ન હોય. શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે પરંતુ બપોર પછી આપનું મન પ્રફુલ્લિતતા અનુભવશે. નવા કામની શરૂઆત કરવાનું જોખમ પ્રાપ્ત થશે. હરિફો પર વિજય મેળવી શકશો. સ્વજનોના સંગાથથી મન ખૂબ આનંદિત થશે. આનંદમય પ્રવાસ થાય.
કર્ક: આપનો વર્તમાન સમય ખુશાલીમાં પસાર થાશે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. આપની શારીરિક સુખાકારી જળવાશે, વૈવાહિક જીવનમાં આનંદ રહે. સ્નેહી અને મિત્રો સાથેની મુલાકાત થાય પરંતુ બપોર પછી કુટુંબના સભ્યો સાથે ખટરાગ થતાં આપનું મન વ્યથિત થશે. આપની મનોવૃત્તિમાં પરિવર્તન આવે મનમાં હતાશાજનક વિચારો આવે. ક્રોધને કાબુમાં રાખવો.
સિંહ: આજે આપે વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવો પડશે. સગાં- સ્નેહીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની વાતો અને લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો અને દરેકને વધુ આદર આપવો. આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થાય. ગેરસમજ હોય તો ચર્ચાથી ઉકેલજો અને આરોગ્ય પ્રત્યે બેદરકાર ના રહેતા. પરંતુ મધ્યાહન બાદ આપને સમય સુધરતો જણાશે. આપ નવા કાર્યોની શરૂઆત કરી શકશો. દોસ્તો, સ્નેહીઓ સાથે પ્રેમસભર મુલાકાત થાય. આપના કાર્યમાં આપને સફળતા મળશે. આર્થિક લાભ પણ મળશે.
કન્યા: આજના દિવસે આપને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતા જણાઈ રહી છે. નોકરી વ્યવસાય ક્ષેત્રે પણ લાભ મળે. સહકર્મચારીઓનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. મિત્રવર્ગ પાછળ ખર્ચ થાય અને તેમનાથી લાભ પણ મળે. પ્રવાસ પર્યટન થાય. પરંતુ મધ્યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં અટવાયેલું રહેશે. સગાસંબંધીઓ સાથે અણબનાવનો પ્રસંગ ઊભો થાય. ક્રોધાવેશમાં કોઇ સાથે ઉગ્ર બોલાચાલી ન થાય તે સંભાળવું. આરોગ્ય થોડું નરમગરમ રહે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય.
તુલા: વર્તમાન સમયમાં નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહન મળે. હોદ્દામાં બઢતીના યોગ છે. માનમોભાની વૃદ્ધિ થાય. આવક વધે. પ્રિયપાત્ર અને મિત્રો સાથે મુલાકાત થાય. મનોહર પર્યટન સ્થળની મુલાકાત થાય. તન અને મનનું આરોગ્ય સારું રહે. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. યુવક- યુવતીઓના લગ્નનો યોગ સંભવિત બને.
વૃશ્ચિક: આજનો દિવસ એકંદરે આપના માટે શુભ છે. ધાર્મિક કાર્યો અને દેવદર્શનના લાભ મળશે. કોઇ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત છે. વિદેશગમન માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે. પરિવારના સભ્યો સાથે નિખાલસ પણે ચર્ચા વિચારણા થશે. સરકાર લાભ મળે. માનમોભો ધનપ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. માન- મોભો ધનપ્રતિષ્ઠામાં વધારે થાય.
ધન: આપને કોઇપણ નવાકાર્યનો પ્રારંભ આજે ન કરવાની સલાહ છે કારણ કે તમારું મન વૈચારિક ગડમથલમાં રહેવાની શક્યતા છે. જો કોઈ બાબતે અગાઉથી મનમાં ગુસ્સા હોય અથવા કોઈના માટે પૂર્વગ્રહ હોય તો આજના દિવસે તમે ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરજો. પરિવારના સભ્યો સાથે વધુ પડતા વાદવિવાદમાં ન ઉતરવુ. પરંતુ મધ્યાહન બાદ આપની શારીરિક અને માનસિક હાલતમાં સુધારો થશે. પરિવારમાં પણ તંગ પરિસ્થિતિ હળવી બનશે. મિત્રોની મુલાકાતથી આનંદ થાય. ધાર્મિક સ્થળનો પ્રવાસ થાય અને ભાગ્યવૃદ્ધિમાં પ્રસંગો સર્જાય. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિકતા આપના મનને વધુ શાંતિ આપશે.
મકર: આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશ આરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકશો. ભાગીદારીમાં ફાયદો થાય. યાદગાર મુસાફરી થાય. વેપાર- ધંધાના ક્ષેત્રે લાભ થાય. પરંતુ મધ્યાહન બાદ આપને થોડી પ્રતિકૂળતાઓ વર્તાશે. શારીરિક અને માનસિક રીતે આપ અસ્વસ્થ થઇ જશો. નિષેધાત્મક વિચારો આપના દિમાગ પર છવાઇ જતાં આપ બેચેની બનશો. કુટુંબમાં વિખવાદ થાય.
કુંભ: આજનો સમગ્ર દિવસ આપના માટે શુભફળદાયક નીવડશે. ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ વાતાવરણ રહેશે. શારીરિક- માનસિક રીતે પણ સંપૂર્ણપણે સ્વસ્થ હશો. વિજાતીય વ્યક્તિઓથી મિલન- મુલાકાત થાય. પ્રિયપાત્ર સાથે પ્રણય- રોમાન્સમાં સફળતા મળે. આપનો સમગ્ર દિવસ મનોરંજનની પ્રવૃત્તિમાં પસાર થશે. મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થશે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.
મીન: આજે સવારના સમયમાં માનસિક અશાંતિ અને ઉદ્વેગ આપના મન પર છવાયેલા રહેશે. સ્વાસ્થ્યની પણ થોડી કાળજી લેવી પડશે. પરંતુ બપોર પછી ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાશે. કાર્યમાં યશકીર્તિ મળે. પરિવારજનો સાતે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થશે. નોકરીર્ગથી લાભ થાય.