ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology
astrology
author img

By

Published : Feb 20, 2021, 6:48 AM IST

  • મેષ

વર્તમાન દિવસે સ્‍વકેન્‍દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની આપને સલાહ છે. આજે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. ભોજન અને ઉંઘ સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવાથી નાણાંનો વ્‍યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્‍ને સાવધ રહેવાનું સુચન છે.

  • વૃષભ

આપ આપની આર્થિક જવાબદારીઓ તરફ ધ્‍યાન આપશો અને તે આયોજન પણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તનમનના ઉત્‍સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે.

  • મિથુન

આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ટાળવા માટે તેમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. મનમાં આવેશ અને ઉગ્રતાની લાગણી આવી જાય તો મન કોઈ અન્ય દિશામાં ફેરવવાનો પ્રયાસ કરવો જેથી સ્થિતિ અંકુશમાં રહે. આરોગ્‍ય સાચવજો. ખાસ કરીને આંખોના દર્દથી પરેશાની અનુભવાય. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. પરિવારજનો તેમજ પુત્ર સાથે પ્રેમ અને હૂંફ વધારવાનો પ્રયાસ કરવો. નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી નાણાંનું આયોજન કરવું. ઇશ્વરનું નામસ્‍મરણ અને આધ્યાત્મિકતા મનના ભારને હળવો કરશે.

  • કર્ક

આજનો દિવસ આપના માટે લાભકારી હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધામાં પણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્‍ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. લગ્‍નયોગ છે તેથી અપરિણિતોના લગ્‍ન નક્કી થાય. આવકના સાધનો વધે. આકસ્મિક ધનપ્રાપ્તિ થાય. એકાદ મનોરમ સ્‍થળ પર પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક કરી શકો. ઉત્તમ સ્‍ત્રી સુખ મળે.

  • સિંહ

આજે આપના કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકો. ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ પણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. પિતા સાથે સુમેળભર્યા સંબંધો રહે અને તેમનાથી લાભ થાય. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. ગૃહસ્‍થ જીવનમાં મીઠાશ રહે.

  • કન્યા

આપનો વર્તમાન દિવસ સારા-નરસા બંને પ્રકારના સંજોગો ધરાવતો હોવાનું જણાઈ રહ્યું છે. મનમાંથી વ્‍યગ્ર દૂર રાખવી અને બધા સાથે સહકારની ભાવના રાખવી. શરીરમાં સ્‍ફૂર્તિ માટે કસરત કરી શકો છો. થાક અને અશક્તિના લાગે તો અત્યારે કામકાજમાંથી વિરામ લઈ લેવો. નોકરી-વ્‍યવસાયના સ્‍થળે પણ કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ સાથે પણ સહકારની ભાવના વધારવી. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી પડશે. તેમની સાથે મતભેદ ટાળવા. પ્રતિસ્‍પર્ધીઓ આપને પરાજિત કરવાનો પેંતરો ઘડશે પરંતુ તેઓ ફાવી શકે તેમ નથી.

  • તુલા

આજે કોઇ સાથે ઝગડો, વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ગુસ્‍સો ન કરવો તેમજ દરેક બાબતે વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્‍તી સાચવવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાતો અને ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. ઉંડી ચિંતનશક્તિ દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો. અદાલતી કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવી.

  • વૃશ્ચિક

પ્રેમીજનોને રોમાન્‍સ માટે વર્તમાન સમય અનુકૂળ છે. દોસ્‍તો સાથે પાર્ટી, પિકનિક, મોજમજા અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરો. સારું ભોજન, સુંદર વસ્‍ત્રો, વાહન સુખ પ્રાપ્‍ત થાય. વિજાતીય ‍વ્‍યક્તિઓથી મુલાકાત થાય. આપની માનપ્રતિષ્‍ઠામાં વધારો થાય. લગ્‍નસુખ ભરપૂર માણી શકો.

  • ધન

આજનો દિવસ આપના માટે અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. ઘરમાં પ્રસન્‍નતાનું વાતાવરણ છવાયેલું રહે. આજે આપ શરીર અને મનથી સ્‍વસ્‍થતા અને તાજગીનો અનુભવ કરશો. નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આપને જોઇતો સાથ સહકાર મળી રહેશે. મોસાળ પક્ષ તરફથી સમાચાર આવે. આજે પ્રતિસ્‍પર્ધીઓ સામે આપને વિજય મળશે.

  • મકર

આજના દિવસે આપ થાક, આળસ દૂર કરીને ચુસ્તિ અને સ્ફૂર્તિમાં કામ કરવાની સલાહ આપવામાં આવે છે. મનને ચિંતાના વાદળો ઘેરવાનો પ્રયાસ કરશે માટે તેનાથી દૂર રહેવું. વ્‍યવસાય ક્ષેત્રે પણ ભાગ્‍યના ભરોસે બેસી રહેવાના બદલે આત્મબળથી આગળ વધો. નોકરી- ધંધામાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે ધીરજથી વાત કરવી અને પોતાના કૌશલ્યના જોરે તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો. હરીફો સાથે વાદવિવાદમાં ન ઉતરવું. મનમાં અનેક પ્રકારની દ્વિધાઓ રહે. જેથી કોઇ ઝડપી નિર્ણય ન લઇ શકો ત્યારે બીજાની સલાહ લેવી. સંતાનોની તબિયતનું વધુ ધ્યાન રાખવું.

  • કુંભ

આજે આપને સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાની સલાહ છે. વધુ પડતી લાગણીશીલતા આપના મનને સ્‍વસ્‍થ નહીં રહેવા દે. મકાન મિલકત અંગેના કામકાજમાં આજે સંભાળવા જેવું છે. માતાથી લાભ થાય. વિદ્યાપ્રાપ્તિ માટે આજે અનુકૂળ દિવસ છે. સ્‍ત્રીઓને વસ્‍ત્રાભૂષણો અને મોજશોખની વસ્‍તુઓ પાછળ ખર્ચ થાય. નાણાકીય આયોજનો સારી રીતે થઇ શકે. જાહેરમાં સ્‍વમાનભંગથી બચવું.

  • મીન

અગત્‍યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે. આપની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આપ ખૂબ સારી રીતે કામ કરી શકો. આપના જીવનસાથી જોડેનું સાનિધ્‍ય વધારે ગાઢ બને. દોસ્‍તો સાથે પ્રવાસ પર્યટન સ્‍થળની મુલાકાત લેવા. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન- સન્‍માન પ્રતિષ્‍ઠા વધશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.