મેષ : આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.
વૃષભ : આ જો આપને મનમાં થોડી પણ દ્વિધા વર્તાય તો નિર્ણયો લેવાનું ટાળજો. મોટાભાગે તમે સ્થિર સ્થિતિમાં જ રહેશો પરંતુ ક્યાંક હાથમાં આવેલી તક ગુમાવવાનો વિચાર આવશે જે આપને વિચલિત કરવાનો પ્રયાસ કરશે. જક્કી વલણના કારણે કોઈની સાથે સંઘર્ષ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્નર દાખવવાની તક સાંપડશે. આપની વાકપટુતા આપનું કામ પાર પાડશે અને અન્યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.
મિથુન : આપનો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્ર પરિધાન અને મિત્રો તથા પરિવારજનોના સંગાથમાં આજનો દિવસ આનંદથી પસાર થાય. તેમના તરફથી ભેટ- ઉપહાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
કર્ક : પરિવારમાં મનદુ:ખના પ્રસંગ ટાળવા માટે કોઈની સાથે ચર્ચામાં ઉગ્ર થવું નહીં અને દરેકને પૂરતો આદર આપવો. જો મનની દ્વિધા અનુભવાય તો, અગત્યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભો થવાની શક્યતા છે. આરોગ્ય પ્રત્યેની બેદરકારી તમારી તંદુરસ્તી બગાડી શકે છે માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહેવું. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું પડશે. ધનહાનિથી બચવા માટે આર્થિક નિર્ણયો સમજીને લેવા.
સિંહ : એકંદરે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણ આપને કેટલીક સારી તકો ઝડપી લેવામાં અવરોધી શકે છે માટે આવી સ્થિતિમાં શક્ય હોય તો બીજાનું માર્ગદર્શન લઈને આગળ વધવું. આપનું મન વિચાર વમળમાં ખોવાયેલું રહેતું હોય તો કામકાજ છોડીને થોડો સમય વિરામ કરવો અથવા મનપસંદ પ્રવૃત્તિમાં મન પરોવવાની સલાહ છે. નવા કાર્યોનો આરંભ કરવામાં સાવચેતી રાખવી. સ્ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ-પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.
કન્યા : નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્માનમાં વૃદ્ધિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્તી સારી રહે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.
તુલા : બૌદ્ધિકો કે સાહિત્યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય પસાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશમાં વસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળે. આરોગ્ય થોડું નરમગરમ રહે. સંતાનોની બાબતોમાં તમારી વ્યસ્તતા વધુ રહેશે.
વૃશ્ચિક :વર્તમાન સમય શાંતિપૂર્વક પસાર કરવાની આપને સલાહ છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં અથવા લાગણીના પ્રવાહમાં તણાઈને લેવાના બદલે તટસ્થ મન સાથે લેવો. ખોટા કાર્યોથી ખાસ દૂર રહેવું. નવા સંબંધો બાંધતા પહેલાં દરેક પાસાનો વિચાર કરવો. નાણા ખર્ચ વધુ થઈ શકે છે. આપનું કામ સમયસર પૂરૂં કરવા માટે બીજાની મદદ પણ લેવી પડશે. ધાર્મિક યાત્રાનો પણ યોગ છે. લેખન સાહિત્યસર્જન કરી શકો. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.
ધન : આજે બૌદ્ધિક- તાર્કિક વિચાર વિનિમય માટે દિવસ બહુ સારો છે. જાહેર માન- સન્માન મળે. મિત્રો સાથે મુલાકાત થાય. તેમની સાથે હરવાફરવાના સ્થળે, મનોરંજન અર્થે જવાનું થાય. સુરૂચિપૂર્ણ ભોજન અને સુંદર ૫રિધાનથી આપનું મન ખુશ રહેશે. શરીર સ્વાસ્થ્ય જળવાશે. વિજાતીય વ્યક્તિઓનો સંગાથ ગમશે. ભાગીદારી લાભકારી બને.
મકર : આજે આપને વેપાર ધંધામાં ખૂબ સફળતા મળે પરંતુ કાનૂની આંટીઘૂંટીઓમાં ન ફસાઓ તેનો ખ્યાલ રાખવો. વેપાર ધંધા અંગેનું ભાવિ આયોજન સફળતાપૂર્વક પાર પડે. ઉઘરાણી કે કોઇ સાથે પૈસાની લેવડદેવડ સફળતાપૂર્વક થાય. દેશવિદેશના વ્યવસાય કરનારાઓને ફાયદો થશે. ઘરમાં કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ધનલાભના યોગ છે. કાર્યોમાં યશ મળે. હરીફોને પરાજિત કરી શકો.
કુંભ : આજે આપ સંતાનો સંબંધિત કાર્યોમાં વધુ પહોવાયેલા રહેશો. અપચન, પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વિચારોમાં ઝડપી પરિવર્તનના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી આવી શકે છે. શાંતિને સ્થિરતા જાળવવી. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે. યાત્રા- પ્રવાસમાં વિલંબ થઈ શકે છે માટે શક્ય હોય તો મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે.
મીન : કુટુંબીજનો સાથે આજે સહકારની ભાવના વધારવી. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. અણગમતી ઘટનાઓથી દૂર રહેવું તેમજ ઉત્સાહ અને વૈચારિક સ્થિરતાનો અભાવ વર્તાય તો મહત્ત્વના કાર્યો ટાળીને માત્ર નિજાનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું. વધુ ઉંઘ લેવાની સલાહ છે. ધન અને કીર્તિમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા હાલમાં જણાતી નથી. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્થાવર મિલકત, વાહનો વગેરેનો પ્રશ્ન ચિંતા ઉપજાવે.