ETV Bharat / bharat

CMની પત્નીએ કર્યો દિલ્હીના આ મોટા નેતા પર 100 કરોડનો માનહાનિનો કેસ

આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ મંગળવારે AAP નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ (Defamation case On Manish Sisodia) દાખલ કર્યો હતો. જેમણે PPE કિટ ખરીદી કેસમાં કૌભાંડનો (PPE Kit controversy in Assam) આરોપ મૂક્યો હતો.

author img

By

Published : Jun 22, 2022, 10:09 AM IST

CMની પત્નીએ કર્યો દિલ્હીના આ મોટા નેતા પર 100 કરોડનો માનહાનિનો કેસ
CMની પત્નીએ કર્યો દિલ્હીના આ મોટા નેતા પર 100 કરોડનો માનહાનિનો કેસ

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ મંગળવારે AAP નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ (Defamation case On Manish Sisodia) દાખલ કર્યો હતો. આ દાવામાં સિસોદિયા પર PPE કિટ ખરીદી કેસમાં (PPE Kit controversy in Assam) તેમના પર હેરાફેરીનો આરોપ મૂક્યો હતો. રિંકી સરમાના વકીલ પી. નાયકે કહ્યું કે, તેમના ક્લાયન્ટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિઓના ભાગરૂપે PPE કિટ્સનું દાન કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં આસામના મુખ્યપ્રધાન અને સિસોદિયા વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું હતું.

આ પણ વાંચો : Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

PPE કિટની ખરીદીમાં કૌભાંડ : સિસોદિયાએ કોવિડ PPE કિટની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી. સિસોદિયાએ દાવો કર્યો હતો કે, PPE કિટનો કોન્ટ્રાક્ટ સરમાની પત્ની સાથે જોડાયેલી કંપનીને આપવામાં આવ્યો હતો. એક મીડિયા અહેવાલને ટાંકીને સિસોદિયાએ કહ્યું હતું કે, આસામ સરકારે તેની પત્ની અને પુત્રના વ્યવસાયિક ભાગીદારોની કંપનીઓને તાત્કાલિક સપ્લાય કરવા માટે અન્ય કંપનીઓ પાસેથી 600 રૂપિયામાં PPE કિટ, સરમાએ 990 રૂપિયા પ્રતિ નંગમાં PPE કિટ ખરીદી હતી.

આ પણ વાંચો : ધારાસભ્યની હિમ્મત તો જૂઓ, પ્રિન્સિપાલને માર્યો થપ્પડ - VIDEO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.