- કોરોનાને કારણે બાંગ્લાદેશ જવા/આવવાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કરાઈ સ્થગિત
- બાંગ્લાદેશે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી
- ભારતીય વિમાનવાહકોએ ઢાકાની ફ્લાઇટને બુક કરવાનું બંધ કર્યુંં
નવી દિલ્હી: ભારત સરકારની યોજના આ ઉનાળામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ફરી શરૂ કરવાની છે પરંતુ એવું થશે તેવું લાગતું નથી કારણ કે વિવિધ દેશોએ કોવિડના વધતા જતા કેસોને પગલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. આમાંની બાંગ્લાદેશે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધો છે.
આ પણ વાંચો: 4 મહિના બાદ વિદેશ યાત્રા માટે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી
14થી 20 એપ્રિલ સુધી બાંગ્લાદેશ જવા/આવવાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કરાઈ સ્થગિત
બાંગ્લાદેશ સિવિલ એવિએશન ઓથોરિટી (CAAB) અનુસાર, સરકારના માર્ગદર્શિકા બાદ 14 એપ્રિલ 2021ના રોજ 0001 BSTથી 20 એપ્રિલ 2021ના સુધીની 2359BST સુધીની બાંગ્લાદેશ જવા / આવવાની તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીની ફ્લાઇટ્સને સ્થગિત કરવામાં આવશે.
ભારતીય વિમાનવાહકોએ ઢાકાની ફ્લાઇટને બુક કરવાનું બંધ કરી દીધું
ઘણા ભારતીય વિમાનવાહકોએ ઢાકાની ફ્લાઇટને બુક કરવાનું બંધ કરી દીધું છે અને તેમના કામકાજ સ્થગિત કર્યા છે. વિસ્તારાના પ્રવક્તાએ કહ્યું કે, 'વિસ્તારા અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ ચલાવે છે અને બાંગ્લાદેશ / (ઢાકા) માટે 14મી એપ્રિલથી 20 એપ્રિલ સુધી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને ફ્લાઇટ્સ માટે કોઈ બુકિંગ કરવામાં આવ્યું નથી. ટિકિટ રિફંડ અથવા ફરીથી નિયમન માટે વિસ્તારાની ટીમ પ્રવાસીઓના સંપર્કમાં છે '
આ પણ વાંચો: UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી સ્થગિત
UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી અસ્થાઇ રૂપે સ્થગિત
ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બર 2020ના રોજ ભારત દ્વારા UKથી આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. UKમાં નોવેલ કોરોના વાઇરસના આનુવંશિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.