ETV Bharat / bharat

ક્રુઝ ડ્રગ્સ કેસ: આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો, જામીન અરજી પર ચાલી રહી છે સુનાવણી

ક્રુઝ ડ્રગ્સ કેસ (Cruise Drugs Case)માં ધરપકડ થયેલા બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનના આગોતરા જામીન પર શુક્રવારના મુંબઈની સેશન્સ કોર્ટ (Sessions Court of Mumbai)માં સુનાવણી ચાલી રહી છે. આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદે (Satish Maneshinde) કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.

ક્રુઝ ડ્રગ્સ કેસ: આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો

author img

By

Published : Oct 8, 2021, 4:15 PM IST

  • આર્યન ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી
  • મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
  • આર્યને કહ્યું- હું ભારત નહીં છોડું

હૈદરાબાદ: ક્રુઝ કેસ (Cruise Drugs Case)માં ધરપકડ થયેલા બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનના આગોતરા જામીનની અરજી પર શુક્રવારના મુંબઈની સેશન્સ કોર્ટ (Sessions Court of Mumbai)માં સુનાવણી ચાલી રહી છે. આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદે (Satish Maneshinde) કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન આર્યન ખાન સહિત તમામ આરોપીઓને NCB ઑફિસથી આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યા છે.

આરોપીનું જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું

જેલમાં શિફ્ટ કરતા પહેલા આ તમામ આરોપીઓને મુંબઈની જે.જે. હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. તો કેસમાં મુનમુન ધમેચા સહિત પકડાયેલી છોકરીઓને મુંબઈની ભાયખલા જેલમાં મોકલવામાં આવી છે.

કોર્ટમાં આર્યન ખાનની ઇમોશનલ અપીલ

કોર્ટમાં આર્યન ખાને કહ્યું કે, "હું ભારતનો છું, મારા માતા-પિતા ભારતીય છે અને ભારતમાં રહી રહ્યા છે. મારી પાસે ભારતીય પાસપોર્ટ છે, હું તપાસમાં સહયોગ કરીશ. કોઈ પ્રશ્ન નથી કે હું દેશ છોડી દઇશ."

આર્યને જેલના કપડા પહેરવા પડી શકે છે

આર્થર રોડ જેલ મુંબઈની સૌથી મોટી જેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આર્થર રોડ જેલના નિયમ અને વહીવટી તંત્ર ઘણું જ કડક છે. અહીં આર્યનને જેલનું ભોજન અને કપડા પણ પહેરવા પડી શકે છે. બહારથી ભોજન માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કિલ્લા કોર્ટે ગુરૂવારના આર્યન ખાન સહિત તમામ 7 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.

આર્યન ખાન પાસેથી નથી મળ્યું ડ્રગ્સ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ આર્યન ખાન સહિત 7 લોકોને ગત 2 ઑક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઇ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર ચાલી રેલી ડ્રગ્સ પાર્ટીના મામલે પકડ્યા હતા. NCBને ઘટનાસ્થળેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું, પરંતુ આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું.

આ પણ વાંચો: Cruise Drugs Case : આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

આ પણ વાંચો: આર્યનની ધરપકડ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું - આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.