નવી દિલ્હીઃ પંજાબમાં સાંસદ ભગવંત માનને આમ આદમીના મુખ્યપ્રધાન ઉમેદવાર બનાવવાની જાહેરાત બાદ પાર્ટીમાં ફરી એકવાર સસ્પેન્સ વધી ગયું છે. પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં(Punjab Assembly Election 2022) જનતા નક્કી કરશે કે કોણ મુખ્યપ્રધાન બનશે. દિલ્હીના મુખ્યપ્રધાનએ કહ્યું કે ભગવંત માન તેમને ખૂબ જ પ્રિય છે, તેઓ નાના ભાઈ જેવા છે. તેઓ તેમને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે CMનો ચહેરો બનાવવા માંગતા હતા, પરંતુ ભગવંત માને કહ્યું કે પંજાબના લોકોને નિર્ણય લેવા દો.
મુખ્યપ્રધાન પસંદ કરવા માટે પાર્ટીએ નંબર કર્યો જાહેર
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પંજાબમાં મુખ્યપ્રધાન ઉમેદવારની જાહેર(Announcement of CM Candidate in Punjab) કરતા પહેલા પાર્ટી મતદારોનો અભિપ્રાય લેશે. આ માટે પાર્ટીએ મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં(Aam Aadmi Party Statement Regarding Punjab) કહેવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ઉમેદવાર ફોન કોલ દ્વારા નક્કી કરવામાં આવશે. પાર્ટીએ ઓપિનિયન પોલ માટે નંબર 70748 70748 જારી કર્યો છે. આ નંબર પર ફોન કર્યા બાદ પૂછવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનો ચહેરો કોણ હોવો જોઈએ. બીપ પછી, લોકોએ તેમની પસંદગીના CM ચહેરાનું નામ આપવું પડશે.
આમ આદમી પાર્ટી લીડ જોવા મળે છે
ઉલ્લેખનીય છે કે પંજાબમાં 117 વિધાનસભા સીટો(Assembly Seats in Punjab) છે. રાજ્યની તમામ સીટો પર 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન(Polling in Punjab) થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર(Punjab Election Results) થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવીને સરકાર બનાવી હતી. અત્યાર સુધી કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં આમ આદમી પાર્ટી લીડ લેતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પંજાબ પોલીસ આંદોલનકારીઓ સાથે મળેલી હતી : પાટીલ