- જોધપુર પોલીસે આરોપી રાકેશ માંજુને ગુજરાતમાંથી ઝડપ્યો
- પોલીસની વિશેષ ટીમે રાકેશનું લોકેશન શોધી તેની ધરપકડ કરી
- DCP આલોક શ્રીવાસ્તવે આરોપી રાકેશની પૂછપરછ કરી
- રાકેશ માંજુએ હિસ્ટ્રીશિટર વિક્રમ નાંદિયા પર ફાયરિંગ કર્યું હતું
- પોલીસે અગાઉ 6 આરોપીની ધરપકડ કરી હતી
જોધપુર (રાજસ્થાન): પોલીસે આરોપી રાકેશ માંજુની ધરપકડ કરી છે. આ અંગે DCP આલોક શ્રીવાસ્તવે માહિતી આપી હતી. રાકેશ માંજુ મૂળ ગુજરાતના ડીસાનો છે. રાકેશ ઘણા સમયથી સાંચોર વિસ્તારમાં છુપાયેલો હતો અને ત્યારબાદ તે ગુજરાત ગયો હતો. મંગળવારે રાત્રે જોધપુર પોલીસની વિશેષ ટીમે રાકેશનું લોકેશન જોઈને તેની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા માંગરોળના બે વ્યક્તિઓની ધરપકડ કરી
વિક્રમ નાંદિયાને ગોળી પીઠ પર વાગતા તેનો જીવ બચી ગયો હતો
જોધપુર પોલીસની ટીમ આરોપી રાકેશ માંજુને જોધપુર લઈને આવી રહી છે. DCP આલોક શ્રીવાસ્તવે આરોપી રાકેશની પૂછપરછ કરી લીધી છે, જેનો ખુલાસો પોલીસે મોડી સાંજ સુધી કરી શકે છે. 11 માર્ચે રાકેશે તેના સાથી સાથે મળી હિસ્ટ્રીશિટર વિક્રમ નાંદિયાને ડાલી બાઈ મંદિર પાસે એક મીઠાઈની દુકાન પર ગોળી મારી હતી. જોકે, વિક્રમ નાંદિયાને ગોળી પીઠ પર વાગતા તેનો જીવ બચી ગયો હતો. વિક્રમ મહાશિવરાત્રિના દિવસે પ્રસાદ ખરીદવા માટે ગયો હતો. તે દરમિયાન રાકેશ તેના સાથી સાથે ગાડીમાં આવ્યો હતો અને વિક્રમ પર 9 ગોળી ચલાવી દીધી હતી.
આ પણ વાંચોઃ શામળાજી પોલીસે કારમાંથી 80 લાખની રોકડ સાથે 3 રાજસ્થાનીને ઝડપ્યા
હિસ્ટ્રીશિટર મીઠાઈની દુકાન ગયો હતો ત્યારે તેની પર ફાયરિંગ થયું હતું
મહાશિવરાત્રિ 11 માર્ચના દિવસે ડાલી બાઈ ચાર રસ્તા પાસે એક મીઠાઈની દુકાન પર હિસ્ટ્રીશિટર વિક્રમસિંહ નાંદિયાને ગોળી મારનારો આરોપી રાકેશ માંજુ આખરે ઝડપાઈ ગયો છે. જોધપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે ફાયરિંગના કેસમાં 6 આરોપીની ધરપકડ કરી હતી
પોલીસે આ ફાયરિંગના કેસમાં તપાસ કરતા 6 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ રાકેશ ઘણા સમયથી ફરાર હતો. જોકે, હવે પોલીસે રાકેશને પણ પકડી પાડ્યો છે. રાકેશના સંબંધીમાં રીઢા ગુનેગાર કૈલાસ માંજુને પણ પોલીસ પ્રોડક્શન વોરન્ટ પર ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી.