ETV Bharat / bharat

ગોલ્ડન બોયને વધું એક સન્માન, નીરજ ચોપરાના નામે 'આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ' - સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ

જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આથી, તેમના સન્માનમાં 23 ઓગસ્ટના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં પુણે કેન્ટોનમેન્ટ ખાતે આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (ASI) નું નામ નીરજ ચોપરાના નામ પર રાખવામાં આવશે.

ગોલ્ડન બોયને વધું એક સન્માન
ગોલ્ડન બોયને વધું એક સન્માન
author img

By

Published : Aug 21, 2021, 4:03 PM IST

  • સંરક્ષણ પ્રધાન દ્વારા આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ પુણેની મુલાકાત
  • 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટસ સ્ટેડિયમ' નામ કરણ કરવામાં આવશે
  • આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન 16 ઓલિમ્પિયનોનું સન્માન કરશે

હૈદરાબાદ: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 23 ઓગસ્ટના રોજ 'આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ' પુણેની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન, તે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાના નામ પરથી પુણેમાં 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટસ સ્ટેડિયમ'ના નામકરણ સમારંભમાં હાજર રહેશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન 16 ઓલિમ્પિયનોનું સન્માન પણ કરશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત

નીરજ ચોપરા આર્મી સ્પોર્ટસ સ્ટેડિયમનું નામકરણ

આ દરમિયાન 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટસ સ્ટેડિયમ'નું નામકરણ સમારોહ પણ થશે. 23 ઓગસ્ટના રોજ બપોરે 1.15 કલાકે યોજાનાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને સંબોધિત કરશે અને ઉભરતા ખેલાડીઓ સાથે પણ વાતચીત કરશે. આ કાર્યક્રમ ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની સાથે જનરલ MM નરવણે, PVSM, AVSM, SM, VSM, ADC, ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ જેએસ નૈન, AVSM, SM જીઓસી-ઇન-સી, સધર્ન કમાન્ડ પણ હાજર રહેશે.

આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? જુઓ.

2016ના વર્ષમાં આર્મીમાં જોડાયા હતા નિરજ ચોપરા

23 વર્ષીય નીરજ ચોપરા વર્ષ 2016માં સ્પોર્ટ્સ ક્વોટામાંથી આર્મીમાં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ASI એ હંમેશા તેમના કોચિંગ અને ટ્રેનિંગમાં તેમને સપોર્ટ કર્યો છે. ASI ની સ્થાપના 2001 માં ભારતીય સેનાના રમતગમત કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. તીરંદાજી, એથ્લેટિક્સ, બોક્સિંગ, ડાઇવિંગ, કુસ્તી, ફેન્સીંગ અને વેઇટલિફ્ટિંગની તાલીમ અહીં આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.